પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યુદ્ધ બહુ કટુતાથી ભરેલું હતું પણ તેમણે સતત નૈતિક નેતૃત્વ પુરું પાડ્યું.

ચાર રાજ્યો તરત એમાં જોડાયાં. લિંકને તેમને ફરી વિચાર કરવાની વિનતિ કરી. લિંકને કહ્યું : “આંતરવિગ્રહનો મહત્વનો પ્રશ્ન હવે મારા નહિ પણ તમારા હાથમાં છે. ”

પણ યુદ્ધ તો આવ્યું. માનવજાત પ્રત્યે આટલો બધો પ્રેમ ધરાવનાર લિંકનને માથે ચાર વર્ષના ભયાનક યુદ્ધની વેદનામાંથી દેશને દોરવાની જવાબદારી આવી.

શરૂઆતમાં ઉત્તર પાસે વધુ સાધનસામગ્રી હોવા છતાં કલ્પનાશીલ લશ્કરી નેતાગીરીની ખામી હતી એટલે તેને પરાજયો ખમવા પડ્યા. ઉત્તરનાં સભ્યોએ પશ્ચિમ કૉન્ફેડારસીના અમુક ભાગને અલગ પાડી દીધો છતાં દક્ષિણી સૈન્ય મોટી સંખ્યામાં ઉત્તર તરફ ધસ્યાં.

વૉશિંગ્ટનમાં પ્રમુખ મુશ્કેલીથી માર્ગ કાઢતા હતા. તેમણે એક વિજેતા લશ્કરી સેનાપતિની શોધ આદરી, ઉત્તરના હેતુને રાજકીય