પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લિંકનનો જન્મ પ્રારંભિક વસાહતીઓના એક કુટુંબમાં થયો હતો.

૧૮૦૯ના ફેબ્રુઆરીની ૧૨મીએ કેન્ટકી રાજ્યની એક કાષ્ટ- કુટિરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો ત્યારે અમેરિકા બાલ્યાવસ્થામાં હતું અને વિસ્તરતું જતું હતું. જમીન અને તક શોધતા પ્રારંભિક વસાહતીઓ વસવાટ કરતાં અને રાષ્ટ્રનું ચણતર કરતાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા હતા. આમાંના એક પ્રારંભિક વસાહતી ટૉમસ લિંકન હતા. તેમણે પોતાના વધતા જતા કુટુંબને કેન્ટકીની ટેકરીઓમાંથી પહેલાં ઈન્ડિયાના અને ત્યાંથી ઇલિનૉય ખસેડી નવી સરહદ સાથે કદમ મિલાવ્યા હતા. પ્રદેશ જંગલી અને વેરાન હતો. જંગલી પ્રાણીઓ પાર વિનાનાં હતાં અને વણખેડ્યાં જંગલોમાંથી મહેનત કરીને ખેતરો બનાવવાનાં હતાં.

લિંકનની માતા માટે પણ એ બહુ મહેનતનું કામ હતું. માતાનું અગાઉનું નામ નૅન્સી હેન્ક્‌સ હતું. તે એક સ્નેહાળ, ધાર્મિક સ્ત્રી હતી,