પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાંચી નાખી હતી.” તેમની અપર માએ અને તેમના પિતાએ તેમની જ્ઞાનપિપાસાને ઉત્તેજન આપ્યું.

૧૯ વર્ષની વયે આ યુવાન સરહદી માણસના વિચારો બહારની દુનિયા તરફ વળ્યા. એક હોડીમાં બેસીને અબ્રાહમ લિંકન મિસિસિપી નદીમાં ૧૮૦૦ માઈલનો પ્રવાસ કરી ન્યૂ ઑર્લીઅન્સ પહોંચ્યા. ઈલિનૉય પાછા ફરી તેમણે ખેતર છોડ્યું અને ન્યુ સાલેમ તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ નાનાંનાનાં કામ કરીને, મોજણી કરીને, દુકાને બેસીને તેમણે ગુજરાન ચલાવ્યું અને તે બધો વખત કાયદાનો અભ્યાસ કર્યો. એક દુકાનના ભાગીદારે દેવાળું કાઢ્યું ત્યારે લિંકને પોતે એનું મોટું દેવું માથે લઈ લીધું અને ૧૫ વર્ષ પછી ભરપાઈ કર્યું.

લિંકન હંમેશાં લોકોમાં પ્રિય હતા એટલે તેમને વિરોધી ઈન્ડિયનો સામે લડવા માટે ઊભી કરેલી સ્થાનિક લોકસેનાના નાયક બનાવવામાં

દુનિયામાં પોતાની મેળે જ પોતાનો રસ્તો કરતાં એ શીખ્યા.