પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુલામીની પદ્ધતિમાં માણસોને મિલકત ગણવામાં આવતા.

અણીદાર શબ્દપ્રયોગો અને અંતરિયાળ પ્રદેશનાં ટૂંકાં ધારદાર વાક્યોને લીધે તેમને અનુયાયીઓની વિશાળ સંખ્યા પ્રાપ્ત થઈ. એ દિવસોમાં વકીલો અને ન્યાયાધીશો કેસ ચલાવવા માટે ઘોડે બેસીને શહેરેશહેર જતા, આ રીતે જતી વખતે લિંકનને ઔચિત્ય અને ન્યાય વિષે વિચાર કરવાનો અને દૂરગામી પરિણામો લાવનારી રાજકીય ફિલસૂફી ઘડવાનો વખત મળતો.

એમણે વિચારેલી એક વસ્તુ ગુલામી હતી. એક સદી પહેલાનું અમેરિકા અડધું ગુલામો રાખનારું અને અડધું સ્વતંત્ર હતું. મૂળ ગુલામો વેચનારા યુરોપીય વેપારીઓએ આફ્રિકામાંથી આણેલા બહુસંખ્ય હબસીઓ દક્ષિણના કૃષિઅર્થતંત્ર માટે સરતી મજૂરીનું સાધન બની રહ્યા હતા.