પૃષ્ઠ:Loyan Bhajanavali.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫ )


જી રે લાખા ! એવા રે વચનની જેને પરતીત આવે જી
એ તો કદી ચોરાશી ન જાવે હાં

જી રે લાખા ! વચનના કબજામાં જે કોઈ વસે જી
એની સુરતા શૂનમાં સમાવે હાં. ૩

જી રે લાખા !એ કે વચન શિરને સાટે જી
એ ઓછા માણસને ન કહેવું હાં

જી રે લાખા ! સદ્ ગુરુ આગળ શીષ નમાવી જી
એના હુકમમાં હમ્મેશા રહેવું હાં. ૪

જી રે લાખા ! આદ ને અનાદમાં વચન છે મોટું જી
એને જાણે વિવેકી પોરા હા.

જી રે લાખા ! શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી
એને નેણે વરસે નૂરા હાં. ૫.


જી રે લાખા ! બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો જી હો જી;
અને મનના પ્રપંચને મેલો રે હાં !

જી રે લાખા ! નૂરત-સૂરતથી ફરી લ્યો ને મેળા જી હો જી;
અને ફળની ઇચ્છાને ત્યાગો રે હાં !

જી રે લાખા ! તરણા બરોબર આ જગતની માયા છે હો જી;
એને જાણજો મનથી જૂઠી રે હાં !