લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
મા બાપ થવું આકરું છે
 

કરાવવા માંડ્યાં છે. તેઓએ પોતાનાં બાળકોની સારી સેવા બજાવી કહેવાય.


[ ૩૨ ]
પહેલાં અને હમણાં
 

: ૧ :

પહેલાં લલીને પાણી પીવા આપવું પડતું. પાણી આપતાં વાર લાગતી તો લલી રડતી હું કામમાં હોઉં ને લલી ‘પાણી આપો, પાણી આપો!’ કહેતી તો હું ખિજાતો. પાણી ન આપું તો લલીને તરસ્યાં બેસવું પડતું કે તે કનડતી. વારે વારે પાણી આપીને હું કંટાળતો ને કહેતો : “આ છોડી જોને, વારે વારે પાણી માગ માગ જ કરે છે!” તે વખતે ગોળો પાણિયારે રહેતો; લલી અંબાઈ શકતી નહિ; મારા ઉપર તેનો આધાર હતો. તે પરાવલંબી હતી તેથી હાથપગ હોવા છતાં અપંગ હતી. અપંગની ચાકરી કરવામાં હું પોતે પણ પરતંત્ર બનતો; એમ નહિ તો અપ્રિય તો થતો જ.

હમણાં ગોળો નીચે માંડ્યો છે; તેની પાસે એક પ્યાલો મૂક્યો છે. પાણી પીને પ્યાલો ધોવાનું બતાવ્યું છે. વધેલું પાણી નાખી દેવા બાલદી મૂકી છે. હવે લલી પાણી માગવા નથી આવતી. તે માટે તેને રડવું નથી પડતું. મને તેની એ બાબતમાં અડચણ નથી આવતી. મને ખબર પણ પડતી નથી કે લલી પાણી ક્યારે પીએ છે. લલી પોતે જાતે પાણી લે છે, ને પીએ છે; ઊલટો હું પોતે પણ તેની પાસે પાણી