અમારા ઘર સામે એક ખવાસનું ઘર હતું. માદીકરો સાથે
રહે; મા ક્રોધી અને દીકરો દારૂડિયો; દીકરો રાતે દારૂ પીને
આવે; મા ચિડાઈ જાય. દીકરો ગોળે પાણી પીવા જાય. માના
મનમાં થાય કે દીકરા દારૂના નશામાં ગોળો ફોડશે. પોતે ન
આપે પાણી કે ન તેને હળવેથી કહે કે “ભાઈ ! સાચવીને
લે.” પણ કહે : “આવ્યો મારો રોયો ! એ હમણાં ગોળો
ફોડશે!” દીકરો ગાળ સાંભળે ને ઉશ્કેરાય અને તરત જ
ધડ દઇને ગોળો ફોડી નાખે. ગોળો ફોડ્યા પછી મા કહેતી
નથી કે “હશે ભા ! સૂઈ જા."” એ તો વધારે ચિડાઈને
બોલે છે: “લે હવે તો મારો રોયો કાચનાં વાસણ ફોડશે.”
ત્યારે તો ધડ ધડ અભરાઈ ઉપરથી કાચનાં વાસણ પડ્યાં
જ છે ! મા તો કહે : “રોયો ! આ મને ય મારશે ક્યાંક
લાકડી લઈને મારે નહિ ?” ત્યાં તો ડોશી ઉપર ધડ ધડ
બે ઘા થયા જ છે !
બાળકો દારૂ પીધેલાં નથી; પણ ઘણી વાર માતાઓની વાણી ઉપરની માના જેવી હોય છે. તેના શબ્દો જ બાળકને ભૂલ તરફ લઈ જનારા હોય છે. બાળકની એક ભૂલ થાય છે ત્યારે આપણે જ તેને બીજા શબ્દથી બીજી ભૂલમાં ખેંચીએ છીએ, ને એમ આપણી મારફત જ બાળક ભૂલની પરંપરામાં ઊતરે છે.
બાળક હાથમાં લાકડી લઈને ફરતું હોય તો માતા બોલી ઊઠે છે : “એ હમણાં ગોળો ફોડશે કે પ્યાલો ફોડશે !” પછી કહે છે : “એ હમણાં ભાઈ ને મારશે.” બાળક ગોળા