પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૦
ભોળાશંભુ

મહાદેવના જીવનમાં આવી ભગવદ્ભક્તિ અને સંત સમાગમની તમન્ના હોવાની સાથે એક પ્રકારનું ભોળપણ હતું તેની પણ અહીં નોંધ લેવી જોઈએ. શરૂઆતમાં મહાદેવ ‘ભોળાશંભુ’ના તખલ્લુસથી લખતા અને સાચે જ એ ભોળાશંભુ હતા. આમ તો દુર્ગાબહેન પણ ભોળાં છે. પણ એમનેય મહાદેવભાઈ વધારે ભોળા લાગતા. અમે હાઈસ્કૂલમાં અને કૉલેજમાં ભણતા તે વખતે મહમદ છેલ નામનો જાદુગર પ્રસિદ્ધ હતો. એક દિવસ આગગાડીમાં મહાદેવને એનો ભેટો થઈ ગયો. એણે એક પૅસેંજરની વીંટી જોવા લીધી અને ટ્રેનની બારીમાંથી બહાર ફેંકી દીધી. પેલો તો રડવા લાગ્યા. એટલે પાસેના બીજા માણસને મહમદ છેલ કહે : “ જો, તારા ખીસામાં હાથ ઘાલ તો.” પેલાએ ખીસામાં હાથ નાખ્યો તો ધૂળથી ખરડાયેલી વીંટી તેના હાથમાં આવી. આટલા ઉપરથી મહાદેવભાઈ મહમદ છેલ ઉપર મુગ્ધ થઈ ગયા ! તે વખતે એક ‘હિન્દુ સ્પિરિચ્યુઅલ મૅગેઝિન’ નીળકતું. તેમાં અધ્યાત્મવાદના લેખો સાથે ભૂતની વાતો, પ્રત્યક્ષ ભૂત મળ્યાના પ્રસંગો, તથા બીજા ચમત્કારોની વાતો આવતી. આવી વાતો ઉપર મહાદેવ શ્રદ્ધા બતાવતા એટલું જ નહીં પણ એમણે તો એ માસિક કલકત્તાથી મંગાવવા માંડયું. તેમાં એક વખત જાહેરખબર આવી કે તમારા

૪૬