૧૧૩ આજની વ્યવસ્થા ચાલુ રહે તે વર્ષોના નાશ બાપુઃ તમે તેાંધી રાખેા કે આજની વ્યવસ્થા ચાલુ રહે તે વર્ષોંને નાશ થવાને છે. વળી વર્ણની શુદ્ધિ માટે એકલા વણુ ન ચાલે પણ આશ્રમને સાથે જોડવા જોઈ શે. વણુ ધમ સ્વતંત્ર વસ્તુ નથી પણ વર્ણાશ્રમ ધ એ સાચી વસ્તુ છે. મારા વિશ્વાસ છે કે જે સત્યનિષ્ઠ માણસ છે તેનાથી કાઈ વાર ભૂલમાં પણ કાઈ વચન ઉચ્ચારાઈ ગયું હાય તેા તેની માઠી અસરમાંથી ભગવાન તેને બચાવી લેશે. કાઈ વખતે હિંદુ ધર્મની અંદર પ્રતિબંધનેા કડક અ નથી થયા. એમાં હમેશાં વિકાસ અને અપવાદોના અવકાશ રાખ્યા છે. લાંબા વખત સુધી આ છેાકરાઓની સાથે વાતા ચાલી અને રીઝવીને એ લાકાને કાઢયા. છેાકરાઓએ વચન માગ્યું કે અમે લખીને મેાકલશું તે તપાસી આપશે. કે જે અમે છપાવી શકીએ. . ગઈ કાલે નારણદાસભાઈ ઉપર કાગળ લખેલા . . . કુટુ એ વિષે તમારા નિણૅય બરાબર લાગે છે. તેને અમલ કરવા એ જ ભરેાબર લાગે છે. દઢતાપૂર્વક તેને અમલ કરજો. એમ ન કરીએ તે! આશ્રમ તૂટી પડવાને. અમલ કરવામાં જ તેમનું શ્રય છે. ... • ની સાથે પણ દૃઢતાપૂર્વક વાત કરો. એની બાબત પણ સહુની સાથે મસલત કરો. તેને પણ મેલાવો. આપણે તે ન્યાય તાળવા છે, જે તમારે મારા પ્રત્યે પણ, તે મારે તમારા પ્રત્યે પણ તેવા સમય આવ્યે તાળવા છે. અહિંસા અસિધારા છે. બધાએ સમજવું જોઇ એ કે આશ્રમ આપણી સગવડને સારુ નથી પણ સેવાને સારુ તૈયાર થવા માટે છે, શુદ્ધિયજ્ઞમાં બળી મરવા સારુ છે. ત્યાં સ્વાર્થ ને સ્થાન નથી.’’ લાલા મેહનલાલ ગુજરી ગયાનેા તાર આવ્યું. આખા દિવસ એ સજ્જન અને પરગજુ સ્મૃતિ આંખ આગળ તર્યાં. કીધી. અહીં આવવાના હતા, આજે આવશે કાલે આવશે એની રાહ જોવાતી હતી, ત્યાં તે અકાળે એમનું મૃત્યુ થયું. આખા દિવસ તેની સજ્જનતાની જ સૌએ વાતેા કરી. આપણી સારમાણસાઈની જ લેાકેા વાત કરે એવી રીતે મરીએ એ કાંઈ સામાન્ય મૃત્યુ કહેવાય ? નહીં તેા બીજી શી પૂજી બાંધી લઈ જવાના છીએ? આજે રામચદ્ર શાસ્ત્રીની એળખાણ કરી. એની ઊંચી કેળવણી, એક વર્ષ હિં દસેવક સમાજમાં આવીને પછી સસ્કારી સ્ત્રી સાથે લગ્ન, પછી અગિયાર વર્ષ ( પેાતાની સ્ત્રીથી એક દિવસ પણ વિખૂટા પડ્યા વિના ) સુખી જીવન — ચાકર નેાકર મેટર બંગલાવાળુ ચાર બાળકા સમેત સુખી જીવન — એક વ લડાઈ દરમ્યાન સેલેાનિકા અને એક વર્ષ મેસેાપેટેમિયા —
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૧૨
Appearance