લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
 
૧૫૪
 

૧૫૪ {૬-૨-'ફ્ર આજના અનુભવજ્ઞાનીનાં વચન તે શાસ્ત્ર વાઇસરૉયને જવાબ આવ્યેા હતેા એને આજે એને જવાબ આપ્યા. વલ્લભભાઈ એ કાલે રાત્રે ચર્ચા ખૂબ કરી હતી. એએ વાઇસરૉયના જવાબને ટેકા આપતા હતા કે ચાલુ ધાર્મિક વહીવટ કે રિવાજમાં આ કાયદો દખલ કરે છે. ખાપુ કહે : નથી કરતા. એ જ વસ્તુ એમણે જવાબમાં પ્રતિપાદિત કરી. સાથે સાથે સપ્રુ અને જયકર અતેને આ બાબતમાં પુષ્ટિ આપનારા લેખેા લખવાની વિનતી કરી. સવારના ઊડીને કાકાને દૂધ વિષે અને દૂધને બદલે બીજો વનસ્પતિ આહાર શેાધવા વિષે લાંખે। કાગળ લખ્યા. એ કાગળમાં શાસ્ત્ર વિષે બાપુએ પેાતાના જે ઉદ્ગાર કાઢવા તે અસ્પૃશ્યતા પત્રિકાઓમાં કાઢેલા ઉદ્ગારને પણ વધારે સ્પષ્ટ કરે છે, અથવા એથી પણ વધારે આગળ જાય છે : “ શાસ્ત્ર એટલે પૂર્વકાળમાં અનુભવીએ કહી ગયા તે વચન નહીં, પણ જેને આજે અનુભવજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન થયું છે. એવા દેહધારીનાં વચન; શાસ્ત્ર નિત્ય મૂર્તિમત હોય. જે માત્ર પુસ્તકમાં છે, જેને અમલ થતા નથી, તે કાં તેા તત્ત્વજ્ઞાન ન હોય, કાં તે મૂખતા કે પાખંડ હાય. શાસ્ત્ર તે જ ક્ષણે અનુભવગમ્ય હાવું જોઈ એ, કહેનારના અનુભવની વાત હાવી જોઈ એ. એ અર્થમાં જ વેદ નિત્ય છે. બીજું બધું વેદ નહીં પણ વેદવાદ છે. આંબેડકર આજે ગુમાનમાં છે એટલે બાપુ સાથે એસીને સમજવાને પ્રયત્ન કરતા નથી, નહીં તે। કદાચ એ બાપુનું કહેવું અક્ષરેઅક્ષર કબૂલ કરે, કારણુ જે પ્રકારના વેદમાં આપુ માને છે એ પ્રકારના વેદમાં તે આંમેડકર પણ માતે, આજે બાપુના વર્ણાશ્રમધર્મના વિચારા ઉપર ‘જનતા’માં લાંએ લેખ છે. વર્ણાશ્રમધમ માણસની આધ્યાત્મિક ઉન્નતિને આડે નથી આવતા, તે અસ્પૃશ્યતા પણ કાં આડે આવે છે? રાહીદાસ તથા ચાખામેળાની આધ્યાત્મિક ઉન્નતિ અસ્પૃશ્યતા છતાં ન થઈ? પણુ અસ્પૃશ્યતા અમારી ઐહિક ઉન્નતિને આડે આવે છે, એ જ અમને ખૂંચે છે. બીજા લેખમાં કહે છે કે બ્રહ્મવિદ્વેષ એટલે બ્રાહ્મણના સર્વોપરીપણાની ભાવનાનેા વિદ્વેષ એ પ્રત્યેક હિંદુના ધર્મ છે. બ્રહ્મની એણે જે વ્યાખ્યા કરી છે તેનેા વિદ્વેષ તા બાપુ કરે જ છે. આપુ તે કહે છે કે જે વર્ણાશ્રમના અથવા જે હિંદુ ધર્મને અ ઊંચનીચ ભેદને નભાવનારે હેાય તે મને ત્યાજ્ય છે. આંબેડકર