લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
 
૧૬૦
 

૧૧૦ ચિઠ્ઠી નાખવાની સીમાંસા મારે વલ્લભભાઈ તે પણ પૂછવુ જોઈ એ. વળી તમારી ચિટ્ઠીમાં બીજો દોષ એ હતા કે તમે તેા બહાર જઈ ને વિનયભગ ચલાવવાનેા ઇરાદા રાખ્યા. સવિનયભંગ તે તમે અહીં રહીને ચલાવી રહ્યા છે, બહાર તે અસ્પૃશ્યાતાનું કામ કરવાને માટે નીકળવાનેા નિશ્ચય કરેા છે. તમને લાગે કે માલવીયજીને સમજાવી શકીશ, અસ્પૃસ્યતાનું બીજું ખૂબ કામ કરી શકીશ, બિલે પાસ કરાવવામાં મદદ કરીશ, તેા તમારાથી એ જ કામ થાય, બીજું થાય જ નહીં. હા, તમારી દંડની મુદ્દત પૂરી થાય પછી તમે ગમે તે કામ કરી શકેા. પણ જો તમે દંડ ભરીને બાકીની મુદ્દત બહાર પૂરી કરવા માગેા તે તેટલા સમય તે અસ્પૃસ્યતાનું જ કામ કરવાને તમારે ધર્મ છે. આ સમજ્યા પછી તમારે જો ચિઠ્ઠી નાખવી હાય તેા નાખેા. એક કારી ચિઠ્ઠી તેા હતી જ. બીજી કેવળ બહાર જવાની બનાવી. કટેલી સાહેબ પાસે બેમાંથી એક ડાવરાવી. કટેલીએ કારી ચિટ્ઠી ઉઠાવી એટલે બધું મનમાં પરણ્યા અને મનમાં રાંડચા જેવું થયું. - આના ઉપર રાત્રે વાતા ચાલી. વલ્લભભાઈ અને મને આવા વિષયમાં ચિઠ્ઠી ન ખાય કે કેમ એ શંકા હતી. મે કહ્યું : જ્યાં સિદ્ધાંતની વાત ન હોય ત્યાં ચિઠ્ઠી નંખાય. એ માના પક્ષમાં સરખી દલીલે! હાય તા તેને નિય કરવા ચિઠ્ઠી નખાય. પણ કર્મ અને અકમ વચ્ચે ચિઠ્ઠી નખાતી હશે? કેાઈ માસ માફી માગવા અને જેલમાં રહેવા વચ્ચે ચિઠ્ઠી નાખતા હરો ? બાપુ : જરૂર નાખે. એવા સંજોગા કલ્પી શકું છું કે જ્યારે માણસને માફી માગવાને ધર્માં હાય. તેવી જ રીતે અહીં રહેવું અને દંડ આપીને બહાર નીકળવું એ બન્ને સરખા ધમ હોઈ શકે. એ સિદ્ધાંતા માટે પણ સરખાં જ મજબૂત કારણા હાઈ શકે. અહીં જમનાલાલજી માટે ક અને અકમ એ એ વસ્તુ નહેાતી, પણ બન્ને ક જ હતાં. મે કહ્યું : પણ એવી બાબતમાં તે એ આપને પૂછી શકતા હતા. જ્યારે ચિઠ્ઠી નાખીને પણ આપને પૂછવાનું જ રાખ્યું ત્યારે આપને સી જ શા સારું ન પુછયુ ? બાપુ: હું તે। કહી ચૂકયો છું કે હું કાઇ ને દેરી ન શકું એટલે એ મને પૂછીને શું કરે ? આમ છતાં વલ્લભભાઈ ઠીક ઉદ્વિગ્ન રહ્યા, જમનાલાલજી જેવાને આવા વિચાર જ કેમ આવે?' એમ વારવાર એમના મનમાં ધેાળાતે સવાલ પ્રગટ રીતે અમને સભળાવ્યાં કરતા હતા.