લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
 
૨૨૧
 

હરિજનકાર્ય માટે હિંદુએ જ પૈસા કાઢે ર કપા : સરકારી ગ્રાન્ટ ન લેવાય એ તમારી વાત હું ઝરુ સમજી શકતા નથી. એણે ઘણી દલીલેા કરી છે. એ કહે છે કે ગાંધીજીએ કરાર કરીને સરકાર સાથે સહકાર કર્યો. મંદિરપ્રવેશના કામમાં મદદ શેાધી. અમલદારાની મદદ લઈ એ છીએ, તેા નાણાંની મદદ પશુ કેમ ન લઈ એ ? અસ્પૃશ્યેાને કેળવવા માટે વધારે પૈસા મેળવવા ધારાસભ્યાને કહીએ તેા સરકારને આપણી મારફત શા સારું પૈસા ખર્ચવા ન કહીએ ? બાપુ : મારી દલીલ એ સમજ્યા જ નથી, અને મારા વિરાધ અસહકારી તરીકે છે એમ જ એણે માની લીધું છે. મે' અસહકારી તરીકે વાત જ નથી કરી. હું તે! એમણે કહી છે તેટલી બાબતમાં સહકાર કરતાં છતાં કહું છું કે આપણાથી ગ્રાંટ ન મગાય. સરકારે જ્યાં સુધી બધા વર્ગોને માટે કાંઈ પૈસા મંજૂર કરવાનું ન ઠરાવ્યું હોય ત્યાં સુધી આપણાથી આ વર્ષીય ગ્રાંટ ન મગાય. આજે આપણે માગીએ, કાલે મુસલમાન માગશે. આપણી પાસે પૈસા ન હાય તે! ભલે બિરલા ભિખારી થાય. પણુ આપણાથી એ ગ્રાંટ ન મગાય. પૈસા હિંદુએએ જ કઢિવા જોઈ એ. સરકારે અમુક વર્ગોની સ્વેચ્છાથી સેવા કરનારી સંસ્થા માટે કાઈ ગ્રાંટ અનામત કાઢી હાય તે। જુદી વાત છે. પણ તેપણુ હું તે કહું કે એ ગ્રાંટ અસ્પૃસ્યાની સંસ્થાએ ભલે લઈ જાય, આપણા જેવી પ્રાયશ્ચિત્ત કરનારી સંસ્થા એ ગ્રાંટ નથી માગી શકતી. જમનાલાલજી આજે કેદીના પેાશાકમાં આવ્યા. માણસ લાગણીનાં મેાજા ઉપર ચડીને કેવુ કેવુ કરે છે એને આ દાખલા. હું છૂટચો છું, પણ મેટા કેદખાનામાં છું એમ માનું છું માટે આ પેશાક પહેર્યો છે, એમ જણાવ્યું. ૭-૪-૨ બાપુ કહે : એ લાગણી આ પેાશાક પહેરીને નહીં બતાવી શકાય. એમ તે ધણા માણસા એ પેાશાક પહેરીને ખેંચી જવા ઇચ્છે. વળી આપણે એમ લેાકેાની નજર ખેંચવા ન ઇચ્છીએ અને આપણા સામાન્ય પેાશાકને વળગી રહીએ એ જ સારું. હા, તમે આ પેાશાકને આદર્શ માનતા હૈ। અને હંમેશને માટે એને ગ્રહણ કર્યો હેાય તે જુદી વાત છે. બાકી સાચી વાત તે એ છે કે આ પાશાકમાં અંગ્રેજનું અનુકરણ છે. આપણા હિંદુતા સભ્ય પાશાક ાતિયું પહેરણ છે. આ ચડ્ડીમાં બહુ ખર્ચે ખેંચી જાય છે એમ પણ હું નથી માનતા.