શાજી સાથે સવાદ રાજાજી પણ હિંદુ ધમ આપધાતને મંજૂર રાખતા નથી. બાપુ : હું જાણતા નથી. પણ મહાદેવ મને કહેતા હતા કે ગંગામાં ડૂબી મરવાનેા રિવાજ છે. રાજાજી : એ તે ગંગાજળથી પાવન થવા માટે. હું એટલું કબૂલ કરું છું કે આ બધાં પાપનું કારણ તમે હે! તે! તમે આપઘાત ભલે કરા. તાર્કિક દષ્ટિએ તમારા વિજય થયા ગણાય, પણ એવે વિજય તે તમારે નથી જોઈતા ને ? બાપુ : મારે તેા પ્રાયશ્ચિત્ત કરવું છે. નૈતિક હેતુ સિદ્ધ કરવા માટે સાધતા પણ નૈતિક હોવાં જોઈએ. કાર્ડિનલ મૅનિંગને ત્રણ બિસ્કિટ અને પાણી ઉપર રાખવામાં આવ્યેા હતા. એકવીસ દિવસના ઉપવાસ કરવા એ કાર્ડિનલ મૅનિંગ જે ધીમા મેાતથી મર્યાનું કહેવાય છે તેના કરતાં ઘણું સહેલું છે. નૈતિક સુધારા તપશ્ચર્યા અને આત્મશુદ્ધિ જેવાં નૈતિક સાધનાથી જ થઈ શકે. એમાં જે વૈજ્ઞાનિકાએ આ વસ્તુને અનુભવ કર્યાં છે તેમના દાખલા લેવા જોઈ શે. હું તથા મારી મા જે કુટુંબમાં આવાં વ્રત રેાજની વસ્તુ હતી તેમાં જન્મેલાં છીએ. તેમનેા આ અનુભવ છે. મારી માનાં કડક વ્રત કદાચ મારા પિતાને નહીં ગમતાં હાય, પણ તેના ઉપર કશી ખેાટી અસર થઈ નહેાતી. અને તેના પ્રત્યે અમારે આદર તે કારણે વધતા જ હતા. રાજાજી : આ ઉદાહરણ કેવળ વિચારસાહચયનું છે. મા એવાં વ્રત કરતી હતી તેથી તમે પણ કરે એને બચાવ થઈ શકે ખરેા ? કાઈ માણસ શરીરમાં સાથે ભેાંકે તેથી લેાકેાને શી રીતે સમજાય કે માણસને અસ્પૃશ્ય ગણવા એ પાપ છે? બાપુ : ત્યારે થાડા દિવસના ઉપવાસ કરું તે ? અથવા આ ઉપવાસને અંતે ન મરું ? રાજાજીઃ એ એની વચ્ચે કશે! સબંધ જ નથી. તમે તે। એમ માનતા જણાએ છેા કે દેહદમન અને પ્રતીતિએ વચ્ચે ગૂઢ સંબંધ રહેલા છે. આવા દેહદમનની સામે મુદ્દે પહેલા વિરાધ ઉડ્ડાવ્યેા. આપુ : સાચા ઉપવાસ ત્યારે ગણાય જ્યારે ચિત્ત અને આત્માને શરીર સાથે સહકાર હાય. મુદ્દે જે વાંધેા ઉડ્ડાવ્યેા તે કેવળ દેહના ઉપવાસ સામે હતા. રાજાજી : દસ દિવસ પછી તમે સ્પષ્ટ વિચાર કરવાની શક્તિ રાખી શકશે! ? ૫
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૭
દેખાવ