રાજાજી સાથે સવાદ બાપુ : વૈદકીય દૃષ્ટિએ ? રાજાજીઃ ના, માનસિક પણ થાય. ૨૦૭ બાપુ : ત્યારે તમે હારી ગયા. તેમ હોય તેા ઉપવાસ કરનાર વ્યક્તિ ઉપર એ વાત છેાડી દેવી જોઈએ. લીધા. મને આદેશ મળ્યા છે. રાજાજીઃ ઠીક. આ બાબતમાં મિત્રે બાપુ : જરૂર. આ ઉપવાસ મેં સ્વેચ્છાએ નથી તમને સલાહ આપી શકે ખરા? રાજાજી : જો ૮૦ ટકા સંભવ મૃત્યુને હાય તે। આ તેા જુગાર કહેવાય. તમે કહેરો! કે એ સારા જુગાર છે. મને તેા લાગે છે કે જેલમાં રહીને એકની એક વસ્તુ મનમાં ધેાળ્યાં કીધી તેને લીધે તમે તારતમ્ય- બુદ્ધિ ખેાઈ બેઠા છે. તમારામાં અખતરા કરવાનું અંગ કુતૂહલ છે. મેાતની સાથે આ અખતરા કરી રહ્યા છે; તેમાં તમે ખાટે રસ્તે દેારવાયા છે. એવા કાઈ માણસ બતાવશે જેણે તમારું આ પગલું પસંદ કર્યુ હાય ? બાપુ ડંકન, ઍન્યૂઝ. રાજાજીઃ એ લેાકેાના અભિપ્રાયની કેટલી કિંમત ગણવી? એના કરતાં તે મારા અભિપ્રાય કચાંય ચડી જાય. ઍન્ડ્રુઝને તે એરડીને તાળુ દેતાં પણ ન આવડે, અને એ જીવનને તાળુ દેવાની વાત કરે છે. અને તમે પણ ઈશ્વરના કાયદા પૂરેપૂરા જાણવાનેા દાવે! કેમ કરી શકા? હું તા કહું છું કે તમે વધારે સાવધાન થાઓ. કાઈ વાર ઈશ્વરની પ્રેરણા મળે એ શકય છે પણ કાંઈ હમેશ ન મળે. બાપુ: ત્યારે તમે ઈશ્વરી પ્રેરણાની શકચતા તે સ્વીકારા છે તે સ્વીકારે એટલે તમારા કેસ તમે હાર્યાં. રાજાજી: પણ આ પ્રસંગમાં એ પ્રેરણા ખેાટી પણ હોય. બુદ્ધિને બંધ કરી દેવી એમાં તેા અધીરાઈ રહેલી છે. કેટલીક વાર ઇશ્વર અધીરાઈનું રૂપ પણ ધારણ કરે છે. કેટલીક વાર દુષ્ટનું રૂપ પણ ધારણ કરે છે, કાઈ વાર માછલાનું અને કાઈ વાર કાચબાનું રૂપ ધારણ કરે છે. હું તે! તમે એટલું સમજો એ જ ઇચ્છું છું કે કોઈ વાર તમારી પણ ભૂલ થતી હાય. આ દાખલામાં હું ઇચ્છું છું કે તમે એટલું સમજો. બાપુ : પણ પરિણામ જણાયા સિવાય હું ભૂલ શી રીતે કબૂલ કરું? આ ઉપવાસને નિશ્ચય મારી ઇચ્છાની વિરુદ્ધ થઈ ને મેં કર્યો છે. મારું મન કેમ કામ કરી રહ્યું છે તે મારા કાગળેામાંથી મહાદેવ બતાવશે. રાજાજી: એ તે તમે વિચારાને ગૂંગળાવી રહ્યા છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૯
Appearance