રાજાજી સાથે કોધ કરવા માટે માફી માગી ૨૦૯ અનંતગણુા ચડિયાતા હોય તેમની સામે હું દલીલમાં કેમ ટકી શકું ? પણ હૃદયની પ્રતીતિની વાત આવે છે ત્યારે એમની સામે હું ઊભી શકું છું કારણ તેમાં કાંઈ સંસ્કૃત ભાષાના જ્ઞાનની જરૂર પડતી નથી. ગરીઓને સદ્ભાગ્યે એ હૃદયમાં વસે છે અને હું હૃદયને શેાધવા માટે ઉપવાસ કરું છું. જોકે વરસાદને માટે અને બીજી ભૌતિક વસ્તુએને માટે ઉપવાસ કરવાની પ્રથા છે ખરી. પછી રાજાજીની સાથે ખૂબ વચા, ઝઘડયા, અંગારા ઝર્યાં, અને ઉકળાટ તથા આવેશ સાથે ખેલ્યા : આ મારી પ્રતીતિઓને તમારે માન આપવું જ જોઈ એ. તમે તે મારી પ્રતીતિ એકાએક છેાડી દેવાનું કહેા છેા. મારી સાથે લડા, દલીલ કરેા, હું ભૂલ કરતા હાઉ એવું બને પણ તમે તેા શકય વસ્તુને નિશ્ચિત તરીકે માનવાનું મને કહેા છે. આ ઉપવાસમાં મારું મેાત જ નીપજશે એ નિશ્ચિતતા સાથે જો હું ઉપવાસ કરતા હાઉ તે હું જૂડો છું. વસ્તુમાં મારી ભૂલ છે એમ તમે મારા પેાતાનાં વિધાને લઈ તે મને ખાતરી ન કરાવી આપે! ત્યાં સુધી મારા વિશ્વાસને તમારે ડગાવી દેવા જોઈ એ નહીં. કાઈ પણ માણસ ઈશ્વરના જેવી નિશ્ચિતતા ન પ્રાપ્ત કરી શકે, પણ મારા વહાણને સુકાની તા હુ જ હાઉ ના? રાત્રે દિલગીર થયા. માગવાની પ્રતિજ્ઞા કરી. અને રાજાજી સાથે ક્રોધ કર્યો તે માટે માફી સવારે સવા બે વાગ્યે ઊઠીને રાજાદને માફીપત્ર લખ્યા. --'૩૨ શકરલાલ આવ્યા તેની સાથે ઉપવાસ વિષે વાતેા કરી : આ ઉપવાસ બધા ઉપવાસેાથી વધારે પવિત્ર છે. આ શુદ્ધિનું કાર્ય બીજી રીતે થાય જ નહી. માણસે ભારે કામ કરવું હાય અને પેાતાના મેાજો ઈશ્વરની ઉપર ઠેલવા હાય તા એણે શૂન્ય થઈ જવું ધટે. એ શૂન્યતા બીજી રીતે શી રીતે સધાય ? - – આપણે ત્યાં હ્રયાગ છે, શ્વાસ રૂંધવાની ક્રિયા છે. સમાધિસ્થ માણસને ઝેર ચઢતું નથી. બીજી રાજયગની ક્રિયા છે. જો મારું ચિંતવન જ એમ ચાલતું હશે કે ઈશ્વરની સાથે મે મન જોડયુ છે મન સમાધિરથ છે - તે મારા દેહ નહીં પડે. મારા મનની સમાધિ કુદરતી જ હશે. મારા મન ઉપર કાબૂ આ ઉપવાસમાં અગાઉના ઉપવાસ કરતાં વધારે હશે. પણ જો હું કેવળ રામરસ જ ન પીતેા હાઈશ તે! આ શરીર ઊંડી જશે. તે હું ઊડી ગયેા તેા એમ જ સમજો કે આ કામ ઇશ્વરને મારે ૩–૧૯
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૧
Appearance