નાના આળકના કહેવાથી પણ ભૂલ સુધાર ૩૦૯ આબતમાં મારા અભિપ્રાય બદલવાનું મને કારણ મળ્યું નથી. પણ અભિ- પ્રાય બદલવાને મારા ઇરાદા જ નહોતા એવું અનુમાન તમે કાઢશેા તા તમે મને ભારે અન્યાય કરશે. હું એવા ઘણા દાખલા તમને આપી શકુ એમ છું જ્યાં નાનાં બાળકાના કહેવાથી મેં મારી ભૂલ સુધારી છે. જે જે દુશ્મનેા અથવા વિરોધીએ ગણાતા હોય તેમના કહેવાથી પણ મેં મારી ભૂલ સુધારી છે. મારે કશા પૂર્વગ્રહેા નથી. સત્યની આરાધના સિવાય જો કશે। હેતુ મારે સાધવાને નથી. મારી સત્યેાપાસનાને લીધે માણસેાના આત્માને કેરી ખાનારા ભયમાંથી હું બચી જાઉં છું. ઈમન કહે છે કે હંમેશાં સુસ ંગતતાનેા આગ્રહ રાખવેા એ તે નાના દિલનાં માસેાના મગજમાં ભરાયેલું ભૂત છે. એ વાકચ મને પૂરેપૂરું માન્ય છે. મારું દિલ સાંકડું નથી પણ વિશાળ છે. પણ એ દિલ ઉપર તમારી કેાઈ દલીલની કશી અસર થઈ શકી નથી. મારા વિચારા મક્કમ રહ્યા છે. અને બમણી પ્રતીતિથી હું તમને સલાહ આપવા તૈયાર થયા છું. તમારે સવિનયભંગ ચાલુ રાખવા છે કે બધ કરવા છે? અને બંધ કરવા હોય તેા કશી શરત સાથે બંધ કરવા છે કે બિનશરતે બંધ કરવા છે? એ બાબત તમારા અભિપ્રાય આપવા મેં તમને અહીં મેલાવ્યા છે. જે અભિપ્રાયા અહીં વ્યક્ત થયા તેનું વધારે વજન એ તરફ ઢળતું જણાયું છે કે વિનયભંગ પાછા ખેંચી લેવાવા જોઈ એ. બધાં ભાષણાનું અહીં હું પૃથક્કરણ કરીને એવું બતાવવા એસવાને નથી કે તેમાંની બધી દલીલે નબળી છે. પણ એ અધાં ભાષણાની સ્પષ્ટ અસર મારા ઉપર એ પડી છે કે તમારા કેસમાં કશી વજૂદ નથી. વિધિને ખેલ એવા છે કે તમે જે દલીલા રજૂ કરી છે એ જ બધી દલીલે। હું વિનયભંગ ચાલુ રાખવાને માટે કરી રહ્યો છું.
કેટલાક વક્તાઓએ કહ્યું છે કે લડતમાં પડેલા માણસેા થાકી ગયા છે અને તેમને આરામ આપવા જોઈ એ. તેએાએ જો એમ કહ્યું હેત કે અમે થાકી ગયા છીએ ’ તે હું તે સમજી શકત. પશુ તેમે તેા કહે છે કે બીજા થાકી ગયા છે. તે હું એમ કહું છું કે આપણે જેએ નથી થાકયા તેએ વધારે જોરથી હલેસાં મારીએ. કાઠિયાવાડમાં ચાલતા બળદને જ પરે!ણી મારવામાં આવે છે. આપણે બધા રાષ્ટ્રનું ગાડું ખેંચનારા બળદેા છીએ. તેમાંથી ઘેાડા અળદ થાકી ગયા હોય તેથી આપણે શા માટે નબળા પડવુ ? એ સત્યાગ્રહનેા નિયમ નથી. હિ ંસક યુદ્ધને પણ એ નિયમ નથી. મારા કરતાં તે ઇતિહાસ તમે વધારે જાણેા છા. અને ઇતિહાસ તે એવા દાખલાઓથી ભરપૂર છે કે જયાં ઘણા સૈનિકા થાકી ગયા હૈાવા છતાં ઘેાડાએએ લડત ચાલુ રાખીને વિજય પ્રાપ્ત કર્યાં છે. આપણે ત્યાં શું