લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
 
૩૧૨
 

૩૧૩ ભાંગીને ભૂકા થવા તૈયાર રહેવું જોઇએ છે. પણ હું તેા કહું છું કે આપણે લડત પાછી ખેંચી શકીએ જ નહીં. આપણી લડત તા ૧૯૨૦થી ચાલે છે. સંગીન કારણુ મળ્યા સિવાય આપણાથી તે થંભાવી શકાય જ નહીં. માનભર્યું સમાધાન થાય એ સંગીન કારણ કહેવાય. રચનાત્મક કાર્ય કરવાની ખાતર પણ લડતને થંભાવાય નહીં. સરકાર જે અમાં લડત પાછી ખેચાવવા માગે છે તેથી બીજા કાઈ અથ માં લડત ખેંચી લઈ ને તમે રચનાત્મક કાર્યક્રમ કરી શકે! જ નહીં. લડત પાછી ખેંચવાની પાછળ કેવા વિઘાતક અર્થ રહેલા છે તે તમે જાણે! છે વિધાતક અર્થ એ છે કે પછી કશા સમાધાનની આશા જ રહેતી નથી. એટલે તમે લડત પાછી ખેંચી લે તેા પ્રજાના વિશ્વાસને ધાત કરો છે. સમાધાનમાં કાંઈ પુછુ મેળવ્યા સિવાય લડત થંભાવવાને તમને કશે। હક નથી. આપણે ગળે વીંટળાયેલી જીવલેણુ નાગચૂડ છૂટે નહીં ત્યાં સુધી લડત પાછી ખેંચી લેવાની વાત કેવી હાય? હું તેા ઇચ્છું છું કે આપણે બધા તૂટી મરીએ, જેથી આપણાં હાડમાંસ, રુધિર, એ અધું આ ભરતભૂમિને સમૃદ્ધ કરવાનું ખાતર બને. આ નાગચૂડમાંથી છુટાય એવું અત્યારે દેખાતું નથી, એટલે પણ લડત પાછી ખેંચી લેવી એ રાષ્ટ્રના હિતમાં નથી. આપણે લડત પાછી ખેચવા માગતા હાઇ એ તેા માનભર્યા સમાધાનને કાઈ માર્ગ શોધવા જ જોઈએ. પણ થાકીને તે! આપણાથી લડત ખેંચાય જ નહીં. તમારા સેનાપતિ ખેાટા નીવડયો છે એમ તમને લાગતું હેાય તે પણ પરિસ્થિતિને સામને કરવાની તમારામાં હિંમત હેવી જોઈએ અને તમારે કહેવું જોઈએ, કદી નહીં. હારના’ .. તમે ગમે તે કાર્યક્રમ ઘડી કાઢો પણ સરકાર સાથે સમાધાન થયા વગર કેંગ્રેસથી એ કાયક્રમનેા અમલ થઈ શકશે નહીં. એક ભાઈ એ કહ્યું કે હું તે એક કરોડ સભ્યા નેાંધવા ઇચ્છું છું. હું કહું છું કે એને દસ સભ્યા પણ મળવાના નથી. બારડૅાલીની નજીક એતે કેાઈ દૂંકવા પણ નહીં દે. અત્યારે આપણે પ્લેગના પંજા નીચે સપડાયેલા દેશમાં છીએ. કાયમી અને આપણને જકડી રહ્યાં છે, અને આપને પીસી રહ્યાં છે. આપણે એકલા આકી રહીએ તેપણ સરકાર સામે લડતાં લડતાં ભાંગીને સૂકા થવા તૈયાર રહેવું જોઈ એ. સરકાર ઇચ્છે છે એ અર્થમાં નહીં પણ આપણા અર્થમાં. હું તે! એકલા રહીશ તાપણુ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સરકાર સાથે લડવાના છેં. રાષ્ટ્રની ઇજ્જત લૂટાવા દેવાને નથી. એમ કહેવામાં આવે છે કે અત્યારે જેમ લડત ચાલે છે એમ ચાલવા દેવી. હું કહું છું કે રાષ્ટ્રની ત ંદુરસ્તી ખાતર તેમાં ફેરફાર કરવાની