પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મંદિરપ્રવેશ અને લોકમત


સુધારવા માટે છે. એ દખલગીરી ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી અથવા તે મારા અર્થ મુજબની એ દખલગીરી હતી એમ હું સૂચવવા નથી માગતા. સનાતનીઓના ખ્યાલ પ્રમાણે એ જરૂર દખલગીરી હતી. એ હું મેશાં યાદ રાખવું જોઈએ કે ડો. સુબ્બારાયનનું બિલ મદ્રાસના કાયદો, જે ધાર્મિક સ્વરૂપને છે, તેને સુધારવા માટે છે. એટલે સનાતનીઓના અર્થ પ્રમાણે તે તટસ્થતાના આ બીજો ભંગ થયો ગણાય. પરંતુ આ બિલની વિગતે શાંતિથી તપાસવામાં આવે તો જણાશે કે હિંદુઓ ઉપર એ કાઈ જાતનું દબાણ લાવનારું નથી; એ તો માત્ર મંદિરમાં જવાવાળા લકાની મદિરપ્રવેશની બાબતમાં શી ઈચ્છા છે તેની જ નોંધ લેનારું છે. વળી, આખા હિંદુ સમાજની ઈરછાની એ નોંધ નથી લેતું પણ અમુક મંદિરની બાબતમાં પોતાને મત દર્શાવવાને જેમને હક છે તેમની જ ઇચ્છાની તાંધ લે છે. એટલે આ બિલમાં કાઈના પણ ધર્મમાં દખલ થતી હું તો જોતા નથી. આ બિલથી તે મંદિર પ્રવેશના વિરોધીઓ તેમ જ હિમાયતીએ બન્નેને રક્ષણ મળે છે.' - સર : ૧૯૨૩માં પનગલના રાજાએ ‘એન્ડાઉમેન્ટ્સ બિલ' રજૂ હ્યું* ત્યારે આવા જ વાંધો રજૂ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “ રાણીના ઢંઢેરાના વખતમાં સરકારની જે સ્થિતિ હતી તેમાં હવે ફેરફાર થાય છે. ધાર્મિક દાન (રિલિજ્યસ એન્ડાઉમેન્ટ્સ ) હવે પ્રધાનની હકૂમત નીચે આવે છે.' બાપુ : હે સમજ્યા. ત્યારે તો આ વખતના જ સવાલ છે. સનાતનીઓએ બિલની સામે ચળવળ ઉપડી તે પહેલાં લેાકાના મનમાં તો કશી શંકા જ નહોતી. સવ : રામચરણરાવ કહે છે કે આ તો વિશ્વાસઘાત થાય.' બાપુ : ધારો કે આ બિલ પસાર થઈ જાય, તોપણ એક વધુ ક્રિયા તો બાકી રહે છે જ. મંદિરમાં જનારાઓની મતગણતરી કરવી જોઈ એ. ઝામારિને એ માન્ય રાખવી જ પડે. એટલે ઝામારિનને માન્ય થાય એવી મતગણતરી લેવામાં આવે. આ બધાં પગલાં સ્વાભાવિક રીતે લેવાય તો ઉપવાસ કરવા ન પડે. પણ એની શકયતા તે ઊભી રહે છે જ. - વાઇસરૈયની મંજૂરી ન મળે તો મને ભય છે કે ઉપવાસ કરવા ૫ડે. પણ એ પ્રશ્નમાં હું અત્યારે ઊતરવા ઈચ્છતા નથી. સ૦ : આપણે નવાં મંદિર શું કામ ન બંધાવીએ ? બાપુ : જ્યાં સુધી મારી ખાતરી ન થાય કે મંદિરમાં જવાના હક ધરાવનારા સઘળા જ હરિજનાના મંદિરપ્રવેશની વિરુદ્ધ છે ત્યાં સુધી