એ અનેરુ અગ્નિહોત્ર ૪૧ આપણે કેમ ડૉ. આંબેડકર જેવાના ક્લિમાં આપણે વિષે વિશ્વાસ નથી પેદા કરી શકતા? આપણી શુદ્ધ ધાર્મિક હિલચાલને મેાટા મેાટા સનાતની કાયદાશાસ્ત્રીએ રાજકીય ભાજી કહે એ પણ આપણાં કમનસીબ જ ના? આવા દુઃખડૂબ્યા લાકાતે રાજકાજની શેતરંજનાં મહેારાં તરીકે ઉપયાગ થઈ રહ્યો છે એ કેવી દુઃખદ વાત છે! મેટા ધર્મ ધુરંધરા આવાં હડહડતાં પાપને પુણ્યરૂપે સધરે અને પેાતાની વિદ્વત્તાને મળે અધમને ધર્મો સિદ્ધ કરવા મથે એના કરતાં વધારે દુ:ખદ વાત કઈ છે? રાવણને આપણે રાક્ષસ કહીએ છીએ, પાપની મૂતિ કહીએ છીએ, પણ રાવણે તેા બિચારાએ સીતામાતાને મિલન સ્પર્શ સરખા કર્યાં નહેતા. પણ આજના આપણા રાવણા? એ પેલા કરતાં અનેકગણા બૂરા છે. ગુલામીના ત્રાસા આપણે જાણીએ છીએ, પણ આપણા દેશની ગુલામીની ઉપર તે ધર્મને સિક્કો પડેલા છે. આ ભયંકર રાક્ષસની સામે બાથ શી રીતે ભીડવી? હિંદુ ધર્મને હું પૂજારી, હિંદુ ધર્મને લીધે જ હું ખ્રિસ્તી ધર્માંતે, ઇસ્લામને ચાહનારા. એ હિંદુ ધર્મમાં આવાં ભીષણ રૂપ ધારણ કરનારી અસ્પૃશ્યતા ! ત્યારે મારે ધના ત્યાગ કરવા, એટલે કે હિંદુ ધર્મના ત્યાગ કરવા? પણ એનેા ત્યાગ કરું તે મારું તે સર્વસ્વ જાય. અને છતાં અસ્પૃશ્યતા સાથે મને એ ધમ પેાસાય એમ નથી. ત્યારે મારે કરવું શું ? હિંદુ ધર્મીમાં જ બતાવેલા રામબાણુ ઉપાય મારે લેવા રહ્યો. એ ઉપાય મેં લીધેા છે. આ લડત બુદ્ધિની જ રહી નથી. બુદ્ધિએ હું મહારથી શાસ્ત્રીએને શી રીતે માત કરવાને હતા? બુદ્ધિએ ગુડાભાજી અટકાવી શકવાના હતા? બુદ્ધિએ હું નાટાશને શી રીતે સમજાવી શકું કે હિરજનેા એમના ભાઈએ છે? પણ તમે કહે છે. આપણે કૂવા ખાદીએ છીએ, શાળાએ ખાલીએ છીએ, શિષ્યવૃત્તિએ આપીએ છીએ, સદ્યા ચલાવીએ છીએ. આ સાધના ઠીક છે, પણ આધ્યાત્મિક આધાર વિના એ બધાં પાંગળાં છે. એમ જો થીગડાં માથે આભ સધાતું હાય તા ચંગીસખાન જેવા કાઈ નીકળે તે લાખા કૂવા ખેાદાવે, શાળા ખેાલાવે, સવળુ હિંદુ પાસે એમની મહેલાતા ખાલી કરાવે અને એમાં હિરજનેને વસાવે. પણ એથી હૈયામાં વાસેા કરી રહેલી અસ્પૃશ્યતા ક્રમ નીકળશે? આ ઉપવાસ એ રાક્ષસને ભસ્મ કરવાને માટે છે. ગણિતથી આનું નિવારણ થતું હાય તા આપણે ગણતીએ ભેગા કરીએ, પણ આ તેા આધ્યાત્મિક બળની જરૂર રાખે છે, આ ધર્મયુદ્ધ છે, અને ધર્મયુદ્ધમાં જેણે સેનાપિત થવું છે એણે મરીને જીવવાને મંત્ર અતાવવાના છે. જોકે આપણે સમજવું જોઈ એ કે જીવનમરણુ આપણા હાથમાં નથી, એ ઉપવાસ સુઝાડનાર પરમ શક્તિમાનના હાથમાં છે, જે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૩
Appearance