લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૬
 
૪૪૬
 

YA મહાદેવભાઈની ડાયરી પૂછતાં હતાં કે ગાંધીજીએ ૮મી મેને દિવસે કેટલે વાગ્યે છેવટને ફળાહાર કરેલા, અને મે જ્યારે એમને કહેલું કે ૧૧-૩૦ વાગ્યે છેલ્લેા ફળનેા રસ લીધેા હતા ત્યારે એમણે આશા રાખેલી કે ૧૧-૩૦ વાગ્યે ૨૯મીએ પણ પારણાં થશે. ત્યાં તેા ગાધીજીએ છેક ૧૨-૩૦ વાગ્યે જ બધું પતે એવી યેાજના સૂચવી. પૂ. કસ્તૂરબા જરા મૂંઝાયાં. મે હસતાં હસતાં કહ્યું : · બા, એકવીસ દિવસ ઉપર એક કલાક વધારે, બીજું શું? કસ્તૂરબા હસ્યાં, ગાંધીજી પણ સહેજ હસ્યા, અને ઇશારા કર્યો કે એ જ બરાબર છે. આ થયા પછી પાછા પાંચ વાગ્યે સાંજે મારે એમની પાસે જવું પડયું, – જવું પડયુ કારણ કે એમણે માનને લીધે મેટા અક્ષરે લખેલી કેટલીક સૂચના એમના પરિચારકેા વાંચી નહોતા શકતા. આ સૂચનામાં લખ્યું હતું : ‘ મહાદેવ કહેતા હતા કે ઈશાવાસ્ય પણ ખેલાશે. એ નહીં ચાલે. એના કરતાં સિદ્ધોથ વુદ્ઘોડથવાવાળા ક્ષેાક ખેલો. પછી કવિનું પેલું ગીત અમીય ખેલે અથવા મહાદેવ એલે. પેલેા ક્લાક ભજનાવલિમાં છે.’ - આમ એમણે હવે મનની સાથે નિશ્ચય કરી લીધેા હતેા કે ઈશ્વરને સાંપેલી થાપણ ઈશ્વરે પાછી આપી છે, અને એને વધારે ઉપયાગ કરવાના વિચાર કર્યે જ છૂટકા છે. ચમત્કાર ર૯મી મેએ જગતની ખાતરી થઈ કે ચમત્કારના જમાને હજી ગયા નથી. શેને જાય ? ચમત્કારમય, લીલામય, પરમકરુણાનિધાન સતત ક્ષણેક્ષણ આપણી સાથે છે, હતા અને હશે એવી જેને શ્રદ્ધા છે તેને એ વિષે શંકા હોય જ નહીં કે ક્ષણે ક્ષણે ચમત્કાર થયાં જ કરવાના. માત્ર ભેદ એટલેા જ છે કે ચમત્કારતા અથ જગતને અને ગાંધીજીને જુદા છે. જ્યારે ઉપવાસ પહેલાં એક છાપાવાળાએ ગાંધીજીને કહેલુ કે દાક્તરી તે કહે છે કે તમે આ વખતે બચેા તે તે ચમત્કાર જ થાય.' ત્યારે ગાંધીજીએ તત્ક્ષણ એમ કહેલું, વારુ, ત્યારે હું કહું છું કે ચમત્કારને જમાને ગયા નથી.' આને અથ ક્રાઈ એમ ન કરે કે ગાંધીજીનું શરીર પડ્યું હોત તા કરુણામય ઈશ્વરના ચમત્કાર અધ થયા છે એમ સિદ્ઘ થાત. ગાંધીજી તે એ ઘટનાને પણ ઇશ્વરનેા ચમત્કાર જ માનત, કારણુ ખરા ઈશ્વરભક્તને ઘટનામાત્ર ચમત્કારરૂપ છે. શુદ્ધ પ્રપત્તિમાંથી એ શ્રદ્ધા જન્મે છે, અને એ શ્રદ્ધા જેની રગે રગે વ્યાપેલી હાય છે તેના ક્ષણિક ઉદ્ગારામાં પણ દીર્ઘ ચિંતનને જ પડધા સંભળાય છે, એના પ્રાસંગિક વિનેામાં પણ ગભીર સત્ય છુપાયલાં હોય છે. એવા જ નિશ્ચિત થઈ તે ખેડેલા ક્રાઇ મહાત્મા મસ્ત થઈને કહી શકે: એને રાખવે! હાય તેા રાખશે, અને