લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૫
 
૪૮૫
 

સરકાર સાથે પત્રવ્યવહાર જન્મ મારા ભાગનાં ન મંગાવવાનું મેં તેમને કહી દીધું છે. આના બદલામાં અત્યારે તે, જો મને આપવામાં આવશે તે, સવારે ૬ વર્ગના રૅશનમાં જે કાંજી આપવામાં આવે છે તે અને અપેારે તથા સાંજે જે રેટલા આપવામાં આવે છે તે લઈશ. કે વના ભથ્થામાંથી હું બીજું કશું લઈ શકીશ નહીં. કારણ દિવસના ૨૪ કલાક દરમિયાન નિમક, સાડા અને પાણી ઉપરાંત પાંચ જ વસ્તુએ લેવાનું મારું વ્રત છે. ક વના કેદીઓને જે શાક અને દાળ આપવામાં આવે છે તેમાં મસાલામાં ત્રણ ચાર કરતાં વધારે વસ્તુઓ હાય છે. એટલે એ હું લઈ શકે નહીં. કે વર્ગના ખાસ કેદીઓ માટે કાંઈ પણ ખાસ બનાવવામાં આવતું હોય તેમાંથી કશું હું લેવા ઇચ્છતા નથી. અસ્પૃશ્યતા વિષે પુષ્કળ પત્રવ્યવહાર, જેમાંનેા કેટલેાક બહુ અગત્યના છે, તે એકઠા થયેલા છે. તેના જવાબ છાપામાં આવે એ દૃષ્ટિએ આપવાની જરૂર છે. તેથી મને લાગે છે કે સરકારની એ ફરજ છે કે આ બાબતમાં સરકાર સાથે થયેલે મારા પત્રવ્યવહાર એ છપાવે, અથવા તે! મેં કરેલી વિનતી અને તે વિનંતી માન્ય રાખવાતા સરકારે કરેલા ઇન્કાર પેાતાને ચેગ્ય લાગે તે રીતે સરકાર છપાવે. આ પત્રવ્યવહાર સંબંધી કાંઈ પણ હકીકત સીધી કે આડકતરી રીતે બહાર ન જવા પામે તેની મેં બહુ જ ચીવટથી કાળજી રાખી છે એ કહેવાની જરૂર નથી. ઊ લિ. સેવક મા ક॰ ગાંધી હું ઉપર લખ્યા પ્રમાણ ૧લી નવેમ્બરે બાપુએ કે વર્ગના ખારાક લીધો. તે દિવસે રાત્રે સાડા નવ વાગ્યે મેજર ભડારી સરકારને નીચે પ્રમાણે સંદેશા સભળાવી ગયા. ] મિ. ગાંધીને ખબર આપે! કે ર૪ મી ઑકટાક્ષરતા લખેલેા તેમને કાગળ હિંદ સરકારને ૩૧મી ઓકટોબરે જ પોંચ્યા છે અને તેમાં લખેલી બાબત ઉપર હિંદ સરકાર ખૂબ કાળજીપૂર્વક વિચાર કરી રહી છે, અને એ કે ત્રણ દિવસમાં પેાતાને નિર્ણય જણાવવાની આશા રાખે છે. દરમિયાન હિંદ સરકાર સૂચવે છે કે મિ. ગાંધીની વિનતી ઉપર સરકારને પૂરે વિચાર કરવાના વખત મળે નહીં ત્યાં સુધી પેાતાના ખારાક ઉપરના અંકુશા તેએ શરૂ કરે નહીં.