સરકાર સાથે પત્રવ્યવહાર ૧૬ સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, પૂના. ભાઈશ્રી, હિરજનકામ સંબધી મે તમને જે કાગળેા તા. ૧૦૮-’33 લખેલા છે તે વિષે યાદ આપતાં મને દિલગીરી થાય છે. કાકાસાહેબ કાલેલકર જેએ મને ગયા સેમવારે મળ્યા હતા તેમણે મને કહ્યું હતું કે ટપાલમાં મારે માટે કેટલાક તાકીદના કાગળા આવેલા છે. કેટલાક તાકીના હરિજન પ્રશ્નો પણુ એવા છે જે ઉપર. મારે તત્કાળ ધ્યાન આપવું જોઈ એ. એટલે હું આશા રાખું છું કે મેડામાં માડું આવતા સામવારે અથવા તે પહેલાં મને છેવટને નિય આપવા કૃપા કરશે. આની સાથે આ બાબતમાં હિંદી સરકારના હુકમેાની નકલ મેાકલી આપું છુ. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ અસન્ધિ છે. લિ. સેવક, મા ક॰ ગાંધી s ૧૭ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, હામ ડિપાર્ટમેન્ટ, પૂના. ભાઇશ્રી, તા. ૧૪-૮-૩૩ મે જે બીજા સેામવારનું લખ્યું હતું તેની અત્યારે અપેાર થઈ છે. છતાં મારા ઉપવાસ પહેલાં જે શરતાએ હું હિરજનકામ કરતા હતા તે જ શરતેાએ તે કામ કરવા દેવાની મારી વિનંતીને કરો। જવામ મને હજી મળ્યા નથી. આ વિનંતી મેં પહેલવહેલી અમદાવાદ સેન્ટ્રલ પ્રિઝનમાંથી તા. ૧લીએ કરી હતી, અને ત્યાર પછી મેં તમને ત્રણ કાગળા લખ્યા છે. આ કામથી મને વાંચિત રાખવાને લીધે મારા મન ઉપર જે તાણુ પડે છે તે અસહ્ય છે. તેથી આવતા મુધવારની અપાર પડેલાં મને પરવાનગી નહી' મળે તે એ વખતથી જ પાણી અને મીડ઼ા સિવાય બીજું કાઈ પણ જાતનું પાષણ લેવાનું હું બધ કરીશ. મારી પ્રતિજ્ઞા પાળવાનેા અને ઉપર જણાવેલી તાણને મેજો મારા ઉપરથી કંઈક અંશે એ કરવાને આ જ એક રસ્તા છે. ખારાક લેવાનું બંધ કરવાની હું જે વાત કરું છું તે કાઈ પણ રીતે સરકાર ઉપર દબાણુ તરીકે થાય એમ હું દચ્છતા નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૫
Appearance