ધમથી વેગળા રહેવાની શરત ન થાય પૂર આડે। આંક વાળ્યા. સેાનાની પ્લેટ ઉપર માનપત્ર આપ્યું હતું. ગેારાઓની ઉપર પણ ભારે અસર પડી હતી. મેયરે એની કાર ગેાખલેને માટે આખા વખત વાપરવા આપી હતી. મને નથી લાગતું ગેાખલેને આવું માન ખીજે કયાંય મળ્યું હાય. લેાકેાએ પણ મને કદી પૈસા આપવાની ના પાડી નથી. એ જાણતા હતા કે આવું નિઃસ્વાર્થ ગધ્ધાવૈતરું કરનારા બીજો કાઈ મળવાને નથી. પેલા ૯૭–૯૮ના દુકાળમાં એક વાર ૧૫૦૦ પાઉન્ડ અને એક વાર ૪૦૦૦ પાઉન્ડ દેશમાં મેાકલી શકયો હતા. આમાં ગેારાઓએ પણ ફાળા આપ્યા હતા. ‘ નાતાલ મર્ક્યુરી ’માં રાજની રાજ દુકાળને વિષેની માહિતી સરસ રીતે ગેાવેલી આપતા જાઉં, અને સૌની ફરજ જણાવતા જાઉં. ગેારા પણ સાંભળતા. મેયરની પાસે ટીપ લઈ ગયા. એણે ૨૫ પાઉન્ડ ભર્યાં એ ફાડી નાખ્યા. મેં કહ્યું, તમારી પાસે આટલું ચાલી જ ન શકે. બસ એને વધારવા જ પડ્યા. આ બધું થઈ શકયું કારણ ભેટ ઉપરથી ઊતરતાં જે મરણુતાલ હુમલેા (લિંચિંગ) થયેલા તે અને તે પછી કાઈના ઉપર કામ ન ચલાવવાને મારે। આગ્રહ, માર ખાવાથી મને બીજી પ્રસિદ્ધિ મળી. પહેલી પ્રસિદ્ધિ કાટ'માં ટાપી ન કાઢવાના પ્રસંગથી મળી હતી. છેવટે સીઆલમને કિસ્સા બન્યા. આ દરેક વાત તે તે કાળે અની તેમાં ઈશ્વરી હાથ હતા એમ આજે જોતાં તે સ્પષ્ટ ભાસે છે. સવિનયભંગ અને અસ્પૃશ્યતાનિવારણના કામ વિષેનું નિવેદન પ્રસિદ્ધ થવા સામે કશા વાંધેલું નથી, એવા સરકારને જવાબ આવી ગયા એટલે એ. પી. આઈ.ને આપી દીધું. આજે સવારે મેં પૂછ્યું : . . . ના કાગળમાં બાઇબલનું સખ્ત વાકચ કેમ ટાંકયુ ? ઘણા મિશનરીએ જગલામાં જઈને વસે છે, અને કામ કરતાં પ્રાણુ ખુએ છે. . . . પણુ ન કહે કે મે આ કામ ઉપાડ્યું છે, એ કરતાં મારા ૨૧-૨-'ક્રૂ પ્રાણ જાય તેા શું? બાપુ કહે ન કહી શકે, કારણ પાદરીએાની રાજસી વૃત્તિથી એ ત્યાં ગયેલ નથી. ઈશ્વરને શબ્દ ફેલાવવાને માટે અમે જઈએ છીએ એ ભાવનાથી ત્યાં ગયેલ નથી. અને એ પ્રકારને આદેશ એણે સાંભળ્યા હોય એમ મને નથી ભાસ્યું. અનેક જગ્યાઓએ ભટકયા પછી ત્યાં ગયા. એ કામને માટે એનું શરીર લાયક નથી. એટલે જ એણે ચેતવું જોઈતું હતું. પણ મારી સૂચનાની પાછળ તા ખીજી વસ્તુ અધ્યાહાર રહેલી છે. એ અહીં જેલમાંથી ન કહી શકાય એટલે કહી નથી. તે એ કે એણે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૩
Appearance