$$ વેદના વિશાળ અર્થ બાપુ: હા, કાઈ મનુષ્ય પથ્થર રેટી સમજીને ખાશે તેા તેને તે ક્ષણે તે શાંતિ જ થશે. વિશ્વામિત્રે પેલું માંસ ચેરી કરીને લીધું. સંધ્યા- સ્નાન કર્યું, અને પછી તેને ફેંકી દીધું. પણ પ્રથમ એણે એ લીધું એટલે શાંતિ થઈ હતી ના? હું તેા સત્યાથી છું, શ્વરશેાધક છું, રાજ રાજ મને નવાં રત્ના મળે છે તે આપતા જાઉં છું. એવું જ આજે સવિનયભંગ અને અસ્પૃશ્યતાવાળું નિવેદન કાઢયું એમાં છે. એ ન સમજાય કારણ કે સત્યાગ્રહનું શાસ્ત્ર નવું છે, લેાકેા એને ટેવાયા નથી. ધર્મ દેવ: કેટલાક કહે છે કે અંતરના અવાજથી તમે તેા નવા વેદ કાઢી રહ્યા છે. બાપુ : ભલેને કહે ! હું માનું છું કે વેદ નવા હાઈ જ ન શકે. વેદ તેા અનંત છે. કાઈના પણ હૃદયમાં શ્વિર પ્રેરણા કરે અને તે મેલે તે એ વેદ છે. મહમદે કહેલું પણ વેદવાકય હાઈ શકે. માટે તા સત્ય વેદ છે. ધ દેવ : વેદ સત્ય છે. બાપુ : ભલે, પણ વેદના અર્થ શુદ્ધ જ્ઞાન, અને શુદ્ધ જ્ઞાનનેા સત્યથી વિરાધ ન હેાય. નીતિવિરુદ્ધ કે સત્યવિરુદ્ધ વચન આવે તે તમારે કહેવું એ વચન પ્રક્ષિપ્ત છે. અથવા એ વેદવચન હેાય તે તે મને માન્ય નથી. ધ દેવ: સત્યા પ્રકાશ હજી આપને નિરાશાજનક પુસ્તક લાગે છે? આપુ : નથી લાગ્યું એમ મેં હજી નથી કર્યું. શું કરું? ધર્મદેવઃ જે કાળે તમે કહેલું તે કાળે તા તમારે કાઈ પણ રીતે હિંદુમુસ્લિમ ઐકચ કરવું હતું એટલે એમ કહેલું. બાપુ : એટલે હું જૂઠું ખેલેલે ?
ધર્માદેવ નહીં. પણ તે વાતાવરણની અસર તમારા ઉપર થયેલી. હું વિનંતી કરું છું કે એ પુસ્તક પાછું વાંચી જવાની મહેરબાની કરા. મેં એ અનેક વાર વાંચ્યું છે અને દરેક વાર વાંચતાં મને એમાંથી નવું નવું મળ્યાં કરે છે. માપુ: એ હું માનું છું. પણ મારે આજે વાંચવાને વખત ફચાંથી કાઢવા? પણ જોઈશ. આના પહેલાં લેડી ઠાકરસી આવી ગયાં. આજે બહુ ખેડાં. બિચારાં કેવળ એસવાને માટે જ આવ્યાં હતાં. જેમ જેમ એના સમધમાં આવતા જાઉં છું તેમ તેમ એ વધારે વધારે પીઢ લાગત્તાં જાય છે. બહુ એછાએાલાં છે. પ્યારેલાલ તે ગયા' કહીને કહેવા લાગ્યાં : લલ્લુભાઈ કહેતા હતા કે આ લડત હવે નબળી પડતી જાય છે, હવે એ બુધ કરવામાં આવે તે સારું.