૭૪ લડતની ખમતમાં અહીંથી સલાહ ન આપી શકે સૂચવ્યા! એના ઉપર મુલાકાત આપું ન આપું એમ થયાં કીધું, આખરે લાંમેા કાગળ માલવીયજીને લખાવ્યેા. પુરુષાત્તમ ત્રકમદાસ આવી ગયા. અસ્પૃશ્યતાને વિષે વાત કરવા આવવાના છે એમ એમણે કહ્યું હતું. એમણે આ ૨-૨-૨૨ પ્રમાણે શરૂઆત કરી: તમારા છેલ્લા નિવેદનને અ ધણા એમ કરે છે કે મહાત્માજીએ હવે બધાને હિરજનના કામમાં પડવાની રા આપી દીધી છે. હુંસા મહેતા એમ ધારે છે. હું એમ નથી ધારતા. પણ ધણા એમ ધારે છે. કેટલાક એમ પણ ધારે છે કે ચળવળ હવે સજીવન નહી થઈ શકે, અને એ ચલાવવામાં પૈસા નાખવા એ ઘણાને નાહકનેા બગાડ લાગે છે. મને પણ એમ લાગે છે. પણ હું તેા માનું છું કે કોંગ્રેસના હુકમ વિના આ બધ ન કરી શકાય, ભલેને એ બધી ચળવળ નકામી હાય, અને હું માનું છું કે એ નકામી છે. બાપુ : તમે ભલે આવ્યા. પણ હું આમાં તમને મદદ ન કરી શકું. વાત એવી છે કે આપણે જે જોવા ઇચ્છતા હાઈ એ એ જ આપણે અમુક લખાણમાં વાંચીએ છીએ. અમુક માણસની આંખમાં જે જોવા ઇચ્છીએ એ જોઈએ છીએ. માણસ જે ભાવનાથી જુએ તે જ અ કાઢે. આ નિવેદનમાં તે। મારી પ્રતિજ્ઞાને અનુકૂળ હું જે લખી શકું તે જ મે લખ્યું છે. મેં જે કર્યું છે તે પ્રમાણે માણસ કરે તે બસ છે. હું જેલમાં આબ્યા એટલે સત્યાગ્રહી તરીકે મારે જે કરવાનું હતું તે કરી લીધું. અંદર આવ્યા પછી મારામાં બીજું કરવાની શક્તિ રહેલી છે. એટલે તે કરી રહ્યો છું. પણ કાઈ શરતે હું બહાર તેા ન જ નીકળું, અને નથી નીકળ્યા. પુ॰: મારું કહેવું એમ છે કે આપણે આ ચળવળ ચલાવવાની ખાતર ચલાવ્યાં કરીએ તે। કોંગ્રેસની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે. સાથે સાથે એ પણ કહું કે મારે તે કૉંગ્રેસનેા હુકમ સ્વીકારવેા જોઈ એ. બાપુ : આ બાબતમાં પણ મદદ કરવાને મારી નીતિથી અને સ્વભાવથી હુ અશક્ત છું. તમને કઈ કહેવાને છૂટા નથી એટલુ જ નહીં, પણ છૂટા હાઉ તાપણુ મારે। એ સ્વભાવ જ નથી. પુ: પણ આપે એમ તા કહ્યુ કહેવાય છે તે કે જેણે હિરજનનું કામ કરવું હાય તેણે કૉંગ્રેસનું ન કરવું, અને કૉંગ્રેસનું કરવું હાય તે હિરજનનું ન કરવું ?
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭૪
Appearance