લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
 
૮૯
 

. અહિ’દુએ અને હિરજનસેવા ૮૯ માણસાને જાળમાં પકડનાર' એ વચન બાપુને લાગુ પાડવાનું મન આજકાલ વારંવાર થાય છે. આ જાળમાં નવા પકડાનારે। માણસ કન ગ્રીનલીસ. લાંખે, રતૂમડી ચામડીને, સાદા પહેરવેશને એ જુવાન બાપુની આગળ બે હાથ જોડીને ઊભા રહેલા. ઘડીક વારમાં બાપુએ એની એાળખ કરી લીધી. મદનાપલ્લી રાષ્ટ્રીય શાળામાં એ હતેા. પછી તેની વ્યવસ્થા ખીજાના હાથમાં ગઈ એટલે એ શાળા છોડી. પછી ગારખપુર અને અલ્લાહાબાદ ગયા. હવે હરિજનના કામમાં રસ પડે છે એટલે આ કામ કરવું છે. બાપુ કહેઃ આજે તમારા નિર્વાહનું સાધન શું છે?

જેટલા સીધાસટ આપુ સવાલ પૂછતા જતા હતા તેટલા સીધાસટ એ જવાબ આપતા જતા હતા. ગ્રીન : : ટટ્યૂશન વગેરેથી વીશ, અને ફાજલ વખત હરિજન- સેવામાં આપીશ. પેાલીસ સુપરિન્ટેન્ડન્ટને છેાકરે! મારી પાસે શીખવા આવશે તે મને ટીક પૈસા મળી રહેશે. બાપુ : તમારી કેળવણી કયાં સુધીની? અને કયાં શીખેલા? ગ્રીન : કિસના ગ્રેજ્યુએટ છું. બાપુ : તમારી હાજત શી ? ગ્રીન॰: તમારા જેટલી સાદાઈ મારામાં નથી પણ હું ઠીક સાદાઈથી રહી શકું છું. બાપુ : પણ તમને કેટલામાં ચાલે? શ્રીન॰ : ૪૦માં ચલાવ્યુ છે પણ એથીયે એન્ડ્રુ કરી શકું છું. બાપુ : ત્યારે તમે ટ્યૂશન શા સારુ કરે છે? આખા વખત કામ આપે! તે તમારે લાયક કામ શેાધી દઉં. એમ કહીને એને ખબર આપી કે તમને મેં રાખી લીધા છે એમ સમજજો, તમને ફાવે તે તમારે રહેવું, અમને ન ફાવે તે તમને રજા આપીએ. તમારી જિંદગીની વિગતે ટૂંકામાં લખી આપી જન્મે. પેલાએ ત્રણ ચાર કાગળના કટકા ઉપર પેાતાના દક્ષિણ આફ્રિકાના ગ્રેહામસ્ટાઉનમાં જન્મથી તે આજ સુધીની બધી વિગત લખી આપી અને મને કહે: આ મારા પ્રેમપત્ર. મેં કહ્યું : હું આશા રાખું છું એમ થાય. આ ડકન ગ્રીનલીસ સાથે બીજો સંવાદ : બાપુ : અહિંદુએ જે કાંઈ કરે તે આ અન્યાયના મમ ભાગને કદાચ સ્પર્શે નહી કરી શકે. કારણ હિરજના હિંદુ ધર્મને વળગી રહ્યા છે. તે હિંદુ ધર્મ સાથે કેટલા બધા સંકળાયેલા છે તે હું જાણું છું. તેથી