પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અથવા અનાજ રાંધીને ખાઈ એ છીએ એમાં જીવનાશ તો છે જ. હવે પછીની પ્રજા આ હિંસાને ત્યાજ્ય ગણી દૂધ પીવાનું અને અનાજ પકવવાનું બંધ કરે એ સાવ સભવિત છે. આજે આપણે આ હિંસા કરતાં છતાં અહિંસાધર્મનું પાલન કરીએ છીએ એવો દાવો કરતાં આપણને સંકોચ નથી થતો. બરાબર એ જ રીતે ગીતાના યુગમાં લડાઈ એ એટલી બધી સ્વાભાવિક ગણાતી હતી કે તે કરતાં હતાં અહિંસાધર્મને કાંઈ હાનિ પહોંચે છે એમ માણસને તે વખતે નહોતું લાગતું. એટલે ગીતામાં લડાઈનું દૃષ્ટાંત લેવાયું છે એ મને સાવ નિર્દોષ લાગે છે. પણ આખી ગીતાનું આપણે મનન કરીએ, સ્થિતપ્રજ્ઞનાં, બ્રહ્મભૂતનાં, ભક્તનાં કે મેગીનાં લક્ષણ ગીતામાંથી તપાસી જઈ એ તે આપણે એક જ નિર્ણય ઉપર આવી જઈ એ છીએ કે ગીતાના ઉપદેશક કે ગાનાર શ્રીકૃષ્ણ એ સાક્ષાત અહિંસાનો અવતાર હતા અને અર્જુનને લડાઈ કર એવો ઉપદેશ કરવામાં તેની અહિંસાને લેશમાત્ર પણ ઝાંખપ નથી આવતી. એટલું જ નહીં પણ એ બીજો ઉપદેશ ત તો એનું જ્ઞાન કાચું કહેવાતું અને તેથી એ ચેાગેશ્વર તરીકે અથવા પૂર્ણાવતાર તરીકે કદી ન પૂજાત એવો મારો દઢ અભિપ્રાય છે. આ વિષે અનાસક્તિયોગ ’માં મેં જે લખ્યું છે તે વિચારી જવું ઘટે છે.” સરદાર . . . . નામના શીખે લખ્યું : “ સાધુઓ, મહાત્માઓ, પેગમ્બરો, મેટા પુરષો, રવીન્દ્ર, યોગી અરવિંદ, વગેરે બધા કેશ રાખે છે, અને બધાએ કેશનું મહત્ત્વ માન્યું છે. તમે કેમ ન માને ? તમે રાખો તો જગતને પણ બહુ સારું લાગે, તમને વધારે પૂજે. હું તમને શીખ નથી કરવા માગતા; જોકે ઉત્તમોત્તમ શીખની પાસે પાસે તમે જાઓ છે.” "I am not writing this to convert you to Sikhism, though much I would like to do so. I see not much difference between a true saint of great guru Nanak Dev and your noble self. I am only suggesting that it will be in the fitness of things if the greatest living Indian and the greatest man of the present world keeps Keshas like all the great men of all times."

    • આ હું આપને શીખ બનાવવા માટે નથી લખતા. જોકે આપ શીખ અને એ મને બહુ ગમે ખરું. મહાન ગુરુ નાનક દેવના સાચા સંતમાં અને આપમાં મને કશા માટે ફરક નથી દેખાતો. આજના સોથી મહાન હિંદી અને આજના જગતના સૌથી મહાન પુરુ, પહેલાં થઈ ગયેલા સધળા મહાપુરુષની માફક કેશ રાખે એ યથાયોગ્ય છે.'

૧૨૮ Gandhi Heritage Portal