પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ન હોય. પણ આ કબરાના પથરાને માનપૂર્વક સાચવીને ખેડૂતનું હળ ત્યાં ફરે છે. જમીનની સાથે આટલે જોડાઈ ગયેલા, જમીનનો જ જાણે બની ગયેલા હોય એવા ખેડૂત દુનિયામાં કયાંય બીજે નહીં હોય. વારસામાં મળેલી જમીન ઉપર જ તેનું આખું જીવન પસાર થાય છે અને ત્યાં જ તેનું મરણ પણ થાય છે. માણસ જમીનને છે, જમીન માણસની નથી. જમીન પોતાનાં સંતાનોને છોડતી નથી. જનસંખ્યા ગમે તેટલી વધે પણ એ જ જમીન ઉપર બધાં રડે છે. વધારે મહેનત કરીને, વધારે કષ્ટ વેડીને, કુદરત પાસેથી તેઓ પોતાના ખેારાક મેળવી લે છે. અને મરી જાય છે ત્યારે એ જ જમીન, જેને તેઓ પોતાની માતાનું ઉદર ગણે છે, તેમાં પાછો બાલાચિત શ્રદ્ધાથી પ્રવેશ કરે છે, અને ચિરકાળ ત્યાં જ રહે છે. ચીનના ખેડૂત છેક પ્રાચીનકાળના ગ્રીકની માફક જેને આપણે મૃત માનીએ છીએ તેને જીવતા માને છે. પોતાની જમીનમાં જ પોતાના પૂર્વજોના આત્માને વસતા તેઓ માને છે અને એ જ પૂર્વજોના આત્મા તેની મહેનતનું ફળ તેને આપે છે અને તે કાંઈ દોષ કરે તો તેની સજા પણ કરે છે. એટલે વારસામાં મળેલાં ખેતરો એ જ એનો ઈતિહાસ, એની સ્મૃતિ, એનાં સંસ્મરણો છે. એ જમીનનું જ એ એક અંગ છે. . . .” જપાનની કળા વિષે વાત કરતાં સુરુચિની વ્યાખ્યા સારી આપી છે: "An all-embracing religion and philosophy which denies nothing can only originate from the Asiatic attitude to the world; it alone makes a perfect social organization possibe in principle; only the man endowed with the Asiatic's feeling for the world will possess taste in the highest sense. For what else is taste but clear consciousness of proportion? The man whose eyes have been trained in Japan will only rarely want to open them in Europe. How barbaric is our habit of overloading? How seldom does an object stand in the place which correlation appoints to it. How obtrusive our pictures are ? And how rarely is a European aware that a room exists for the man, and not vice versa, that he, and not the curtain of the picture is to be given his best possible setting?... A Japanese temple is designed in its setting, it cannot in fact be dissociated from it. ... It is characteristic that the Japanese loses his taste as soon as he assumes European manners and European dress." ૩૧૧

Gandhi Heritage Portal

૩૧૧