પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. . ને : “.. નું મડદુ જેવા ગઈ એ ઠીક કર્યું. એ સ્થિતિએ આપણને બધાને કાઈ વેળા પહોંચવાનું છે, અને ઈરછીએ કે પહોંચવાનો સમય આવે ત્યારે આપણે રાજી થઈને આ ઘર છોડીએ. હોય ત્યાં લગી તેને સાફ, પવિત્ર, અને આરોગ્યવાન રાખીએ. પણ જાય ત્યારે જવા દઈ એ. એ આપણને વાપરવા મળ્યું છે. દેનારને લઈ જવું હોય ત્યારે સુખેથી લઈ જાય. આપણે તેનો ઉપયોગ પણ સેવાને સારુ જે કરી રહ્યો છે. આપણા ભાગાને સારુ નહી.” . . ને : “ તમારી દિલગીરીમાં હું નહીં ભળે. તમારી પત્ની તે દુ:ખમાંથી છૂટી છે. એ સમયે એવી રીતે એનું મૃત્યુ થયું છે કે એ અદેખાઈ કરવા યોગ્ય ગણાય. તમે તમને પોતાને અનાથ થઈ ગયેલા કેમ માનો છો ? અનાથ તો એ જ પોતાને ગણી શકે કે જેને માથે ઈશ્વર ન હોય. પણ ઈશ્વર તો સૌને માથે છે જ. એટલે આપણા ઘર અજ્ઞાનને લીધે આપણે પોતાને અનાથ માનીએ છીએ. તમારું કવચ ન મણિ હતી ન તમારી પત્ની. એ બધાં ખાટાં કવચ છે, સાચું કવચ આપણી શ્રદ્ધા છે.' મનુષ્ય શરીરની હસ્તી કાચનાં કે કણ કરતાં પણ બહુ ઓછી છે. કાચનું કે કશું જતનપૂર્વક રાખવાથી સેંકડો વર્ષ પણ નભી શકે. મનુષ્યશરીર તો ગમે તેટલું જતન કરવા છતાં અમુક હદથી આગળ જઈ જ નથી શકતું, અને તે મર્યાદાની અંદર પણ ગમે ત્યારે નાશ પામે. એવી વસ્તુ ઉપર ભરોસ શો કરવો ? તમે આશ્રમના કામમાં ઓતપ્રેત થઈ જાઓ. બીજોત્રીજે વિચાર નહીં કરવા. છ વરસની મંગળાની ફિકર કરવા જેવું હાય જ નહીં. તમે પોતે તેને બરાબર સંભાળજો. શાંતિ, જે કારને સંભાળ રાખતાં શીખવજો. તમે કદાચ નહીં જાણતા હો કે રૂખીબહેન છેક બાળક્ર હતી ત્યારથી સંતાક હયાત છતાં મગનલાલના હાથમાં ઊછરેલી. એની જીવવાની આશા ભાગ્યે જ હતી. માંડ શ્વાસ લઈ શકતી હતી. એ છોકરીને મગનલાલ નવરાવતા, એનું માથું ઓળતા, એની પાસે બેસીને એને ખવડાવતા, અને પોતાનાં બીજા છોકરાંએાની પણ સંભાળ રાખતા; છતાં તે તેનાકરીમાં સૌથી વધારે કામ આપતા. સુંદરમાં સુંદર વાડી એણે જ બનાવેલી. ફીનિકસમાં પહેલું ગુલાબનું ફુલ એણે જ ઉગાડેલું. ફીનિકસની કેટલીક કઠણ ભૂમિમાં એની કોદાળીના ઘા પડતા તેથી ધરતી જતી લાગતી હતી. જે મગનલાલ કરી શકયા તે બધું તમે કરી શકે છે. આમાં કયાંય મેં મગનલાલની ભારે કળાશકિતની કે એના અક્ષરજ્ઞાનની વાત ન કરી. મગનલાલને આત્મવિશ્વાસ હતા. પોતાના કામ વિષે શ્રદ્ધા હતી. અને ઈશ્વરે તેને બળવાન શરીર આપ્યું હતું. એ શરીર તો આશ્રમના એજાથી જ અને એની તપશ્ચર્યાથી છેવટે ૩૫૨

Gandhi Heritage Portal

૩૫૨