પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દરેક શૂદ્ધ થઈ શકે, બ્રાહ્મણ ન થઈ શકે ૨૦૭ ભાજનવ્યવહાર અથવા કન્યાવ્યવહાર સાથે તેને કશી લેવાદેવા નથી. ચાર મુખ્ય ધન્ધાના માણસે પડેલાં એકબીજા સાથે જમતા અને એકબીજા સાથે લગ્ન પણ કરતા. અને એમ કરવાથી સ્વાભાવિક રીતે જ તેમના વર્ણન કશી હાનિ આવતી નહીં. ભગવદ્ ગીતામાં જુદા જુદા વર્ગોની જે વ્યાખ્યા આપેલી છે તે ઉપરથી આ તદ્દન સ્પષ્ટ થાય છે. માણસ જ્યારે પોતાના બાપદાદાનો ધંધો છોડે ત્યારે તે વર્ણમાંથી પતિત થાય છે. આજે તે એ વર્ણ ધમ આપણે માટે ગુમાવેલું ધન છે. સમાજમાં પૂરેપૂરી ગાટાળા થઈ ગયા છે. હું જોઈ શકું છું ત્યાં સુધી તો એક જ વર્ણ છે, અને તે શ્રદ્ધ. વર્ગોના થયેલા આ ગોટાળામાં આપણી શરમ છે. પણ આપણે બધા આપણને શુદ્ધ કહેવડાવીએ તેમાં કશી શરમ નથી, કારણ ધર્મમાં કાઈ ઊ એ કે કઈ નીચે નથી. શકના ધંધા એટલે જ આબરૂવાળા અને આવશ્યક છે એટલે બ્રાહ્મણને. એ જ પ્રમાણે ક્ષત્રિય અને વસ્યને વિષે. પિતાને શુદ્ધ ગણાવતાં આપણા અભિમાનને આઘાત પડોંચતા હોય તો એને કશા ઉપાય નથી. એક ક્ષણના વિચારથી આ સમજાશે. આ સુભગ સ્થિતિ સામાન્ય રીતે સ્વીકારવામાં આવે તો હરિજનાનો દરજજો નક્કી કરવાની મુશ્કેલીના ઉકેલ આવી જાય. તેમને સમાજમાં અપનાવતાં કયા વર્ણના ગણવા ? આપણે જે કહીએ કે શૂદ્ર વર્ણના તે તરત જ વર્ણધર્મમાં જુદા જુદા દરજજા છે એ સ્વીકાર આપણે કરીએ છીએ. અને છેક નીચે દરજજો હરિજનોને આપવામાં આવે તેની સામે તેઓ વાજબી રીતે જ વાંધો ઉઠાવે. પણ આપણે બધા જ સૂકો હોઈ એ તો કશી મુશ્કેલી રહે નહીં. ૧૯૧૫માં નેલોરમાં એક સમાજસુધારાની સભામાં એક વિદ્વાન શાસ્ત્રીએ સૂચવેલું મને યાદ છે કે વર્ષોના ગાટાળા થઈ ગયા છે તેથી અસલ બ્રાહ્મણોને જ એક વણું જેમ હતો તેમ આપણે બધા હવે બ્રાહ્મણે કહેવાવા જોઈએ. આ વાત તે વખતે મને રુચી નહોતી અને આજે એથીયે ઓછી રૂચે એમ છે. દરેક માણસ સેવા કરી શકે છે અને તેથી શક કહેવાઈ શકે. પણ દરેક માણસ વિદ્વાન ન હોઈ શકે અને દરેક જ્ઞાની તો ન જ થઈ શકે. તેથી આપણે બધાએ પોતાને બ્રાહ્મણ કહેવડાવવા એમાં અસત્ય છે. આજે ભાજનવ્યવહાર અને કન્યાવ્યવહારમાં ધાર્મિકતા રડેલી સમજાય છે તે જો આપણે કાઢી નાખીએ તો આપણે કયાં ખાવું અને પોતાનાં છોકરાંને કયાં પરણાવવાં એ કેવળ આપણી મરજીનો સવાલ બની જાય છે. પછી અસ્પૃશ્યતાનિવારણનો અર્થ મેં જે હંમેશાં કર્યો છે તે જ બરાબર થશે. તમને આ બરાબર સ્પષ્ટ થવું જોઈએ.”