પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્યાગ્રહની ફિલસૂફી રાખવી જોઈએ નહીં. અને આવા ઉપવાસને તો દુરુપયેાગ થવાના બહુ અવકાશ નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તુ એટલી કષ્ટમય છે કે સાધારણ માણસ તો એના વિચારથી જ મૂજી જાય. એટલે ભય બહુ મોટો નથી. એવું બને ખરું કે નબળા મનના અને શિસ્ત વગરના માણસો લાગણીના જુસ્સામાં આવીને ઉપવાસ આદરી બેસે અને પોતાની નબળાઈથી પાછા એ તાડે. પણ સત્યપરાયણ માણસ વચમાં કદાચ નબળા પડે તોપણ છેવટ સુધી ખેંચી કાઢે. ” | સવાલ : આ ઉપવાસથી આ અટપટો પ્રશ્ન ઊકલી જાય તો બીજા કેાઈ હેતુ માટે તમે ફરી પાછા ઉપવાસ કરો ખરા ? | બાપુ: “ જરૂર. સત્યાગ્રહની ફિલસૂફીમાં જ એ રહેલું છે કે માણસે પાતાના ધ્યેય માટે બલિદાન આપવું જોઈએ. ધારો કે આ જ પ્રશ્ન ફરી પાછા ઊઠે અને અસ્પૃસ્યા આજે છે તે કરતાં પણ બૂરી હાલતમાં આવી. પડે તો મારી પાસે બે ઉપાય હાય : હું એમને માટે મારું જીવન આપી દઉ' અથવા તો તેમની સાથે રહીને હિંસક યુદ્ધ કર્યું. પણ અહિંસાને વરેલા હાઈ હિંસક યુદ્ધ તો મારે માટે છે નહીં. એટલે પવિત્ર વચનને ભંગ કરનારની સામે ઉપવાસ સિવાય બીજો ઉપાય જ મારે માટે નથી. અને તેનાં પરિણામ બહુ ભારે આવે છે.” છાપાંવાળાએાની સાથે વિનેદ તે ચાલે જ છે. એક સવાલ પૂછતાંની. સાથે જ સામા માણસની પ્રામાણિકતાનો ‘તાગ બાપુ કાઢી લે છે. એ માણસ ભલા છે એમ મને લાગે એટલે એની આગળ પોતાનું હૃદય. ઠાલવે છે. નોમ ને પૂછયું : “ૐ અમારા ‘ઇલરટ્રેટેડ વીકલી ' વિષે તમારે શે અભિપ્રાય છે ? બાપુએ તરત કહ્યું : “* ત્યારે તમારે તો “ ઇલસ્ટ્રેટેડ વીકલી' માટે જાહેર ખબર જોઈ એ છે. ત્યારે તો મારે કહેવું જ પડે ને કે તમારું અઠવાડિક સારું છે !” પેલાએ પૂછયું : “ તમે એમ કેમ કહો છો? - બાપુ : “ એમ એટલા માટે કહું છું કે મને તમારી નીતિ એવી લાગે છે કે કાં તો તમે ઇરાદાપૂર્વક વિકૃતિ કરે છે, કાં તો તમારું પૂરું અજ્ઞાન છે. * ટાઈમ્સ'ના જેવું મોટું છાપુ જેને માટે મને બહુ માન છે અને તેના તંત્રીએ લેકેની સેવા કરવાના એકમાત્ર ઉદ્દેશવાળા થઈ ગયા છે, તે છાપુ પોતાના કૉલમમાં ઝેરી વાતો લખે અને પોતાના અગ્રલેખ ચોખ્ખી ગેરરજૂઆત કરનારા લખે એથી મને દુ:ખ થાય છે. હવે જે