પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
પરિશિષ્ટ


અમે બધા મૂર્ખ બન્યા હતા. અમે જોનમાં, હિંમત, સહનશક્તિ અને આત્મબળ એ બધું જોયું હતું, પણ તેની આવી સમયસૂચકતા અને બુદ્ધિ કોઈ દિવસ જોઈ નહોતી. અમે બધા વિચારમાં પડ્યા. અમે મૂર્ખ હતા, તે ડાહી હતી.

જોનની સમયસૂચકતાનું બીજે દિવસે અમને ફળ મળ્યું. એક રાજાને એક ગરીબ ખેડુતની નાની છોકરીને માન આપવાની ફરજ પડી. તેણે જોનને પોતાના મહેલમાં ઉતારો આપ્યો. ઉમરાવો અને ઉમરાવજાદીઓ આ દિવ્ય વીરબાળાને જોવા અને તેની વાતો સાંભળવા એકઠાં થવા લાગ્યાં. જોન પેાતાના માર્ધુચ થી બધાને દંગ કરી દેતી. આમ તેના પક્ષમાં ધીમે ધીમે ઘણાં માણસો વળ્યાં. કોઈ એવું મનુષ્ય નહોતું કે જોન પાસે આવે, અને કંઇ પણ માનની લાગણી વધ્યા વિના પાછું જાય.

(૫)

રાજ્યસભાએ પોતાની રોજની રીત પ્રમાણે ઘણી વાર પછી રાજાને સલાહ આપી કે કોઈ પણ બાબતમાં કંઈ પણ વિચાર કર્યા વગર જલદી ઠરાવ કરવો, એ ઉચિત નથી. તેઓ બધા કુંભકર્ણ હતા. “હોતા હે” એવું જ તેનું સૂત્ર હતું; પણ છેવટે પ્રભુની કૃપાથી અમારા પક્ષવાળાઓએ જેમ તેમ કરી જોનને મુલાકાત આપવા રાજાને સમજાવ્યો.

જોનને જ્યારે ખબર પડી કે રાજા મને ભરસભામાં તેડાવશે અને લાયક માન આપશે, ત્યારે તે હર્ષઘેલી ન થઈ, પણ રાજાના સંદેશાને તેણે બનતું માન આપ્યું. અમને પણ રાજ્યસભા જોવાની બહુ આકાંક્ષા હતી. સભાનો દોરદમામ અને ભપકો કેટલો હશે ? એ વિચારો મારા હૈયામાં ઘેાળાયા કરતા હતા. એ ને એ વિચારમાં અમારા બે દિવસ વહી ગયા.

પણ જોન આ સર્વ ભવ્યતા જોઈને ગભરાઈ તો નહિ જાયને ? ક્વચિત્ તે ગભરાઇ જાય, અને જીભ ઝલાઈ જાય, એવી અમને બીક રહ્યા કરતી. ચિંતામાં ને ચિંતામાં ઠરાવેલો દિવસ આવી પહોંચ્યો. જોનને અમે હીરામોતીનાં કિંમતી આભૂષણથી શણગારવા બહુ કર્યું, પણ તેણે ડોળડમાકવાળાં લૂગડાં-લત્તાં પહેરવા માન્યું નહિ. તેણે તો સાદોજ પાષાક પહેર્યો. હજી મને તે પોષાકરૂપી સંગીતના ભણકારા સંભળાય છે-મારી આંખને અને મારા હૈયાને તો એ બધુ સંગીતમય હતું; અને જોને પણ મારે મન એક