પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ધર્મને ખાતર જેલ જવું. તેમાં ઇજા ઉઠાવવી, અથવા બીજી રીતે સંકટ સહન કરવાં એમાંજ સુખ માનવાનું છે.



અનુભવ ત્રીજો.

પ્રસ્તાવના.

જ્યારે ફેબ્રુઆરીની પચીસમી તારીખે મને ત્રણ માસની સખત મજૂરીની જેલ મળી અને મારા જેલી ભાઈઓને તથા મારા દિકરાને હું વોકસર્સ્ટની જેલમાં ભેટ્યો ત્યારે હું ધારતો ન હતો કે આ ત્રીજી જેલની જાત્રા વિષે મારે બહુ કહેવા કે લખવા જેવું રહેશે. પણ તે મારી ધારણા માણસની ઘણી ધારણાઓની જેમ ખોટી નીવડી છે. આ વખતે મને જે અનુભવ મળ્યો છે તે ઓર જ છે. તેમાંથી જે હું શીખ્યો છું તેટલું વરસોના અભ્યાસથી શીખાત નહિ. એ ત્રણ માસ હું અમૂલ્ય ગણું છું. તે ટૂંક મુદ્દતમાં સત્યાગ્રહના આબેહૂબ ચિતારો મને ઘણા મળ્યા છે, અને ત્રણ માસ પહેલાં હું હતો તેના કરતા આજે વધારે ભળવાન સત્યાગ્રહી છું એમ માનું છું. આ બધાને સારૂ મારે અહિંની (ટ્રાંસવાલની) સરકારનો ઉપકાર માનવો ઘટે છે.

ત્રણ માસની સજા.

કેટલાક અમલદારોએ પણ લીધાં હતાં કે મને આ વેળા છ માસથી ઓછી જેલ કદિ નહિ મળે. મારા સાથીઓ-બુઝર્ગ અને નામાંકિત હિન્દીઓ-મારો દિકરો-એ બધા છ માસની જેલ