પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
મોત્સાર્ટ અને બીથોવન
 


ગાય છે એટલે પોતે જાણે ગઈગુજરી ભૂલી ગઈ છે એવો સ્વાંગ રચીને, પણ હકીકતમાં મેથીપાક ચખાડવા લેપોરેલોને જિયોવાની માની લઈને એની સાથે નીકળી પડીને સ્ટેજ બહાર જાય છે. સાચો જિયોવાની નોકરાણી માટે ગીત ગાય છે. નોકરાણી બારીમાં ડોકાય છે ત્યાં જ મસેતો અને બીજા ગ્રામજનો હાથમાં બંદૂકો અને પિસ્તોલો લઈને આવીને જિયોવાનીને ઘેરી વળે છે. પણ લુચ્ચો જિયોવાની પોતાની મજબૂરીનો આલાપ ગાય છે : “મારો માલિક લફંગો મને કેવી કઢંગી સ્થિતિમાં મૂકે છે ! એ સાલા લંપટથી હું ત્રાસી ગયો છું. ચાલો, એને શોધવામાં હું તમારી મદદ કરું. એને સજા થવી જ જોઈએ.” પછી જિયોવાની ‘જિયોવાની’એ પહેરેલાં કપડાંનું બયાન આપે છે. એટલે ગ્રામજનો એને પકડવા નીકળી પડે છે. એકલા પડેલા માસેતો સાથે વાતે વળગીને જિયોવાની ચાલાકીથી માસેતોના હાથમાંથી બંદૂક પડાવી લઈ એનાથી ગોદા મારી એને અધમૂઓ કરે છે અને એને કણસતો મૂકી ભાગી છૂટે છે. મારેતોની ચીસો સાંભળી ઝર્લિના આવી પહોંચે છે અને સાંત્વન આપે છે.

અંક – ૩

આ દૃશ્ય ડૉના એનાના ઘરના ચોકમાં ઊઘડે છે. બહારથી જિયોવાનીના વેશમાં લેપોરેલોને લઈને એલ્વિરા પ્રવેશે છે. લેપોરેલો ભાગવા માટે બારણું શોધતો હોય છે ત્યાં જ બહારથી ઑતાવિયો અને એના શોકગ્રસ્ત હાલતમાં પ્રવેશે છે; અને લેપોરેલો એ બારણેથી છકટવા જાય છે ત્યાં જ બહારથી પ્રવેશી રહેલાં માસેતો અને ઝર્લિના એને પકડીને એની પર તૂટી પડે છે. જિયોવાનીનો સ્વાંગ ઉતારી લેપોરેલો કરગરે છે : “મારા માલિકની સજા મને શા માટે કરો છો ? એણે તો મને પણ છેતર્યો છે" અને એ ભાગી છૂટે છે.

હવે બધાને ખાતરી થઈ ચૂકી છે કે એનાના પિતા કમાન્ડન્ટનો ખૂની બીજો કોઈ નહિ, પણ જિયાવાની જ છે. એની સામે ફરિયાદ નોંધાવવા ઑતાવિયો નીકળી પડે છે. એ ઘણું વિચિત્ર લાગે છે કારણ