પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ખે જવાબ આપ્યો : "હા, એ ખરું પણ હું હવે વધારે બનાવવાનો નથી."

સમશેર બોલી ઊઠ્યો : " શું કામ હવે નહીં બનાવે?"

મૂર્ખે જવાબ વાળ્યો : " તારા સિપાઈઓએ એક માણસને મારી નાખ્યો તેથી, એક દહાડો હું હળ ખેડતો હતો તેટલામાં મેં રસ્તેથી જતી એક ઠાઠડી જોઈ. પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે તારા સિપાઈઓ એક બાઈના ધણીને લડાઈમાં મારી નાખ્યો હતો. હું તો ત્યાં લગી એમ સમજતો કે સિપાઈઓનું કામ ગાવા બજાવવાનું હતું. પરંતુ તેઓ તો માણસમારા દેખાય છે. એટલે હવે હું એક પણ સિપાઈ બનાવવાનો નથી."

ધન્વંતરિને પણ મૂર્ખાએ સોનું બનાવી આપવાની ચોખ્ખી ના પાડી, અને કારણ બતાવ્યું કે ધન્વંતરિના સોનાથી એક પાડોશી પોતાની ગાય ખોવી પડી હતી.

ધન્વંતરિએ તેનું કારણ પૂછ્યું. મૂરખે કહ્યું : " મારા એક પાડોશીને ઘેર એક ગાય હતી. તેનું દૂધ દહીં તેનાં છોકરાંઓને સુખેથી મળતું હતું. એક દહાડો તે છોકરાંઓ મારી પાસે દૂધ માગવા આવ્યાં. તેઓને પૂછતાં મને માલૂમ પડ્યું કે તારો ખજાનચી છોકરાંઓની માને સોનાની