પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૫૧
 


અલ ખલીલીના ગણિતિક કૌશલ્યની પ્રતિભા એના 'કિબ્લા' માટેના કોષ્ટકોમાંથી મળે છે. કોઈ સ્થાનેથી કિબ્લા અર્થાત્ મક્કાની દિશા જાણવી એ મધ્યયુગમાં ઈસ્લામી ત્રિકોણમિતિ માટે બહુ ગુંચવાણભરી બાબત હતી. પરંતુ અલ ખલીલીએ એને સૂત્ર દ્વારા સરળ બનાવી દીધી હતી. જો કોઈ સ્થળ અને મક્કા માટે અનુક્રમે (L, θ), (i.M.θm), અક્ષાંશ રેખાંશ દર્શાવતા હોય અને ΔL = |L- LM | તો આધુનિક ફોર્મ્યુલા q (L,θ) કોઈ સ્થાને માટે મક્કાની દિશા દક્ષિણથી માપવામાં આવે તો q = વડે મેળવી શકાય.

અલ ખલીલીએ θ = 10°, 11°, 12° ... 56 ° અને ΔL = 1°, 2°, ૩° ... 60° દ્વારા ૨૮૮૦ એન્ટ્રીઓ માત્ર +1' કે +2' ની ભૂલથી દશાંશસ્થળ સુધીના ચોક્કસ આંકડાઓ મેળવ્યા હતા. મધ્યયુગમાં કિબ્લા શોધવા માટે બીજા પણ કોષ્ટકો હતા પરંતુ અલ ખલીલીના કોષ્ટકો વધારે ચોક્સાઈપૂર્વકના હતા.