પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“માનવજાતનું મુખ્ય કાર્ય મુસ્લિમોએ પૂર્ણ કર્યું. મહાન ફિલસૂફ અલફરાબી મહાન ગણિતશાસ્ત્રી અબૂ કમિલ શુજાઅ અને ઈબ્રાહીમ ઈબ્ને સીનાન, મહાન ભુગોળવેત્તા અને વિશ્વકોષ કર્તા અલ મસૂદી મુલસ્લિમ હતા અને મહાન ઈતિહાસકાર અલ તબરી પણ મુસ્લિમ જ હતા.”
- જ્યોર્જ સાર્ટન
(Introduction to the History of Science, Vol-1, P-624)


“મધ્યયુગમાં માનવજાતની પ્રગતિ માટે સૌથી મોટું પ્રદાન આરબો અને અરબી ભાષીઓ સીવાય બીજા કોઈ સમુદાયે કર્યું ન હતું.”
- પ્રો. ફિલીપ હિત્તી (History of the Arabs, PP-4)


“સાચી પુનઃજાગૃતિ (Renaissane) ૧પમી સદીમાં નહીં પરંતુ આરબો અને મુરીશ (સ્પેનના મુસ્લિમો) નાં પ્રભાવ હેઠળ થઈ હતી. આધુનિક જગતને અરબ સંસ્કૃતિની સૌથી મોટી ભેટ ‘વિજ્ઞાન’ છે.” - રોબર્ટ બ્રીફો (Making of Humanity).


“આજે જ્યારે વિશ્વમાં ધાર્મિક તાણાવ વધી રહ્યો છે ત્યારે અરબી વિજ્ઞાન અને વિજ્ઞાનીઓની કહેવાયેલી કથાને યાદ કરવી સમયનો તકાજો છે કે પશ્વિમી જગત સમજે કે એ મુસ્લિમ વિશ્વનું કેટલું ઋણી છે. અને કદાચ આનાથી વધુ મહત્વની વાત તો આ છે કે આજના મુસ્લિમો ગૌરવભર્યા વારસાને યાદ કરે, ઋણ સ્વીકારે (અને ભવિષ્ય માટે તૈયાર થઈ જાય)” - પ્રો. જીમ અલ ખલીલી, સરે વિશ્વ વિદ્યાલય, યુ.કે.

લેખકનું અન્ય પુસ્તક
સફળતાના સોપાન


લેખક સઈદ શેખ
કન્સલ્ટીંગ સિવિલ એન્જીનીયર છે

પ્રકાશક : સબરસ પ્રકાશન
૬ડી, આઝાદપાર્ક, મક્કાનગર પાસે, વેજલપુર, અહમદઆબાદ - ૫૫