પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

 ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ઇબ્ને બાજાએ પશ્ચિમમાં એવી જ ખ્યાતિ મેળવી હતી જેવી પૂર્વમાં ફરાબી અને ઈબ્ને સીનાએ મેળવી હતી. ઈબ્ને બાજાને સ્પેનમાં ફિલસૂફી ક્ષેત્રે એરિસ્ટોટલ જેવા પ્રતિભાશાળી ગણાવામાં આવતા હતા. સ્પેનમાં ફિલસૂફીના અભ્યાસ માટે વ્યવસ્થિત કેન્દ્ર શરૂ કરવાનો શ્રેય ઈબ્ને બાજાને જાય છે. અને બાજાએ એરિસ્ટોટલની ફિલસૂફી ઉપર વધુ ભાર મૂક્યો જયારે કે એ વખતે ઈબ્ને સીનાની ફિલસૂફીનો પ્રભાવ વધુ હતો.

ઈબ્ને બાજાએ ન જ માત્ર સંગીતશાસ્ત્રમાં એક ગ્રંથની રચના કરી પરંતુ ઘણા રાગ-રાગિણીઓની પણ શોધ કરી હતી. તેઓ ઊદ નામક વાદ્ય ખૂબ સારી રીતે વગાડતા હતા.

ઈબ્ને બાજાએ ચિકિત્સાશાસ્ત્રમાં પણ નિપૂર્ણતા મેળવી હતી અને એમાં ચાર અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. એ ચાર ગ્રંથો આ છે ૧. કિતાબુલ અદવીયહ મુફર્રિદહ લિજાલીનુસ ૨. કિતાબત્તજુરબતૈન અલા અદવિયહ ઈને વાફિદ ૩. કિતાબ ઈખ્તિસારુલ હાવી શીરાઝી અને ૪. કલામ ફિલ મિજાજ બિમા હુવા તિબ્બી.

એમણે લખેલા કુલ પુસ્તકોની સંખ્યા ૨૪ જેટલી છે. એમની એક પુસ્તિકા 'અલવિદા'નું ભાષાંતર યહુદીઓએ હિબ્રૂ ભાષામાં કર્યું હતું તે ફ્રાંસનાં સાર્વજનિક પુસ્તકાલયમાં જળવાઈ રહ્યું છે.