લખાણ પર જાઓ

પૃષ્ઠ:Narasinh lekhan 2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મરમ વચન કહ્યાં ભાભીએ


મરમ વચન ખ્યાં ભાભીએ હુંને તે, માહરા પ્રાણમાં રહ્યા વળુંઘી,
શિવ આગળ જઈ. એકમનો થઈ, ધ્યાન કીધું દિવસ સાત સુધી. - મરમ. ૧

હરજીએ હેત ધરી, દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલયાણિ,
'તારી ભક્તિ ઉપર હું જ પ્રસન્ન થયો, માગ રે માગ' મુખ વદત વાણી. - મરમ. ૨

ગદ્ ગદ્ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુઘ જાણી,
અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી. - મરમ. ૩

'તમને જે વલ્લભ હોય કાંઈ દુલ્લભ આપો, પ્રભુજી ! હું ને દયા રે આણી'
ગોપીનાથે હુંને અભેપદ આપિયું, નરસૈયો હરિજશ રહ્યો વખાણી. - મરમ. ૪