પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૧૧
 

જેનું વિશેષ બલ રસેન્દ્રિય અને પ્રેમમાં રહેલું છે તેને વ્યવહારમાં પડવાનું કેટલું ભયભરેલું છે એ હવે સ્પષ્ટ જણાયું હશે. વળી રસેન્દ્રિયની નિરંતર શુદ્ધતામાં તો વ્યવહારથી મોટામાં મોટો વાંધો આવી જાય છે; કારણ કે વ્યવહારપક્ષે માણસની સ્વાર્થબુદ્ધિ પ્રબલ વર્તે છે. કોઈ જોખમદારીની સ્થિતિમાં સ્ત્રીથી રહી શકાય તેમ નથી કારણ કે તેના મનમાં સ્નેહની ને કરુણાની લાગણી બહુ પ્રબલ છે તેથી તેનામાં ઘણું કરીને બલ વીર્ય થોડું હોય છે; અને આવા કારણથી મનને વિકારી કરી નાંખનાર સત્તાની સામે તે ઝાઝું થઈ શકતી નથી. જો સ્ત્રીઓ પુરુષવ્યવહારમાં પડે તો એક તરફથી દરેક ધંધાની અંદર તેમના હરીફ તેમને છેક હરાવી દે એવા જબરા નીકળે, અને બીજી તરફથી આ હરીફાઈને લીધે સ્ત્રીપુરુષના અન્યોન્ય પ્રેમભાવનું ઝરણ છૂપી રીતે મલિન થવા માંડે.

સ્ત્રીવર્ગની જરૂર તથા તેનું કર્તવ્ય આપણા સમજવામાં આવ્યું. તેમ તેની વ્યવહાર માટે અશક્તિ અને અયોગ્યતા પણ આપણે દીઠી. ત્યારે હવે એક જ વાતનો વિચાર બાકી રહ્યો છે. સ્ત્રીઓનું પોષણ કોણે કરવું ? આગળ જે દલીલો આપવામાં આવેલી છે તે ઉપરથી જણાશે કે સ્ત્રીએ પોતે પોતાનું ગુજરાન કમાઈ લેવું એવી જગન્નિયંતાની ધારણા હશે નહિ. પ્રેમપોષકયંત્ર જે સ્ત્રી, તેને ઉત્પાદકતંત્ર પુરુષે પોષવી જોઈએ એ સિદ્ધાંત સહજ જ નીકળી આવે છે. સ્ત્રીની પુરુષને પોતાનું જીવતર પૂર્ણ કરવાને, ને પુરુષની સ્ત્રીને પોતાના શારીરબલવ્યાપાર કરવા માટે અગત્ય છે, તથાપિ સ્ત્રી માનસિક પ્રેમમાં ચઢે છે માટે તે પુરુષ કરતાં ઊંચા વર્ગની છે. માટે જ દરેક પુરુષે પોતાની પસંદ કરેલી સ્ત્રીનું રક્ષણ અને પોષણ કરવું એ તેનું કર્તવ્ય છે. આ ઉપરાંત સર્વ પુરુષોએ પણ સ્ત્રીવર્ગનું રક્ષણ કરવાની જવાબદારી પોતાને શિરે ધારવી ઘટે છે. જેને માબાપ અથવા પતિ ન હોય તેવી સ્ત્રીઓનું રક્ષણ મંડલ સમસ્તે કરવું ઘટે છે. તે એટલા સારુ કે તેઓ મંડલ સમસ્તની નીતિ વધારવામાં ઉપયોગી થઈ પડે અને અમૂલ્ય મદદ કરે.

આગળ કહ્યા તેવાં મહાન કાર્ય માટે સર્જેલી સ્ત્રીઓ પોતાના સ્વાભાવિક ગુણને યથાર્થ રીતે અમલમાં શી રીતે લાવી શકે એ સવાલ વિચારવાનો રહ્યો છે. અનુભવ સમાન આ જગતમાં બીજો શિક્ષક નથી; પણ સ્વાનુભવ અને અવલોકનની ટેવ પણ વયોવૃદ્ધ પુરુષો પાસેથી શીખવી પડે છે. આટલા સારુ વિદ્યાલયો સ્થાપી સ્ત્રી અને પુરુષોને ભણાવવામાં આવે છે. આજ કાલ કરતાં