પૃષ્ઠ:Navnit.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



માખણ કોને ન ભાવે? માખણ સૌને ભાવે. તેમાં સાકર ભેળી હોય ત્યારે તો એનો સ્વાદ ખરેખર મજનો લાગે, ને તે કૌવત આપે, બુદ્ધિને તેજસ્વી બનાવે અને મનને પ્રફુલ કરે તે તો જુદુંજ, માખણ એવી સરસ વસ્તુ છે. ઘી કરતાં પચવામાં પણ તે હલકું હોય, દેખાવમાં પણ રૂપાળું લાગે. માખણ કોઈ અજબ જેવી વસ્તુ છે.ગુજરાતનાં બધાં બાળકો માખણ ખાતાં થાય તો કેવી મઝા પડે?

આ ચોપડીનું નામ નવનીત રાખ્યું છે: નવનીત એટલે માખણ. એમાં પણ મનને પ્રફુલ કરે અને કૌવત દે એવી સામગ્રી આપવા પ્રયાસ કર્યો છે. એમાં બધી ખરી વાતો જ આપી છે.ગુજરાતનાં બાળકોને તે રુચશે એવી આશા છે.

ન. વી.