પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
શ્રી. પ્રેમકુમાર સહગલ
 

નેતાજીએ જ્યારે જોયું કે હવે આપણે યુદ્ધ ગુમાવતા જઈએ છીએ. દુશ્મનની વધી પડેલી પ્રવૃત્તિને અટકાવવાને માટે ગેરીલા ટુકડી મોકલવાને મોરચા પર મોકલવાનો નિર્ણય કર્યો. કર્નલ સહગલને એ ટુકડીના સેનાપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા. દિવસોથી મોરચા પર જવાને શ્રી. સહગલ ઉત્સુક હતા.

મોરચા પર જઈને, પોતાના જ બિરાદરો સામે, પોતાની માતૃભૂમિની આઝાદી માટે, ત્રીરંગી ઝંડા નીચે લડવાને ખૂબ આતુર હતા. વારંવાર નેતાજીને વિનંતી કરતા ‘મને મોરચા પર મોકલો.’

‘હજી વાર છે. તમારે માટે સમય આવશે ત્યારે મોકલીશ જ’ નેતાજી જવાબ આપતા. આખરે એ સમય આવ્યો.

નેતાજીની આશીષ સાથે કર્નલ સહગલ મોરચા પર ગેરીલા યુદ્ધ ખેલવાને ઉપડ્યા. એ વખતે ઈમ્ફાલ અને કોહીમા મોરચેથી અને વિષ્ણુપુર અને બિગન રોડના મોરચેથી પીછેહઠ શરૂ થઈ હતી.

કર્નલ સહગલ અને તેમની ટુકડીએ વીરતાનો અજબ પાઠ જગતને દીધો. એક વખત તો કર્નલ સહગલ ઘેરાઈ જવાની સ્થિતિમાં હતા. પોતાની ટુકડીના માણસોથી એ વિખૂટા પડી ગયા હતા. તેમની મોટર દુશ્મનને કબજે ગઈ હતી, અને કર્નલ સહગલને માથે કદાચ મોત ભમતું હોય એમ સહુને લાગ્યું, પણ એવી પળોમાં કર્નલ સહગલે એક ખાઈમાં બેસીને સામનો શરૂ કર્યો. એકલે હાથે દુશ્મન સામે લડતાં હતા ત્યાં કૂમક આવીને, દુશ્મનને હાંકીને, ફરીને એ પ્રદેશ હાથ કર્યો; પણ દુશ્મનની તાકાત રોજ-બરોજ બઢતી હતી; એના સરંજામનો જે નાશ થતો હતો તેનાથી અનેક ગણો અધિક સરંજામ રણમેદાન પર ખડકાતો હતો તે બીજી બાજુ આઝાદ