પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. પ્રેમકુમાર સહગલ
૧૦૧
 


અદાથી સ્વીકારી લીધો. પરન્તુ આ સ્થિતિમાંય યુદ્ધ ચાલુ રાખવા ને મૃત્યુને ભેટવાનો આગ્રહ કરનારાઓ મોજુદ હતા. કર્નલ સહગલે શરણાગતિનો નિર્ણય સ્વીકાર્યો છે એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે તેમને સખ્ત આઘાત લાગ્યા. કર્નલ સહગલે જવાબમાં કહ્યું: ‘સાથીદારોએ જે નિર્ણય કર્યો છે તેને વફાદાર રહેવાનો આપણો ધર્મ છે. જે આવી પડે તે આપણે સહુએ સાથે જ ભોગવીએ એમાં જ આપણી કસોટી છે.

થયેલા નિર્ણય પ્રમાણે કર્નલ સહગલે બ્રિટિશ દળના સેનાપતિને સંદેશો મોકલ્યો: ‘જો અમને યુદ્ધ કેદી તરીકે સ્વીકારતા હો તો અમે શરણે આવવા તૈયાર છીએ.’

બ્રિટિશ સેનાપતિએ એ શરત સ્વીકારી અને આલેનમ્પો ખાતે કર્નલ સહગલ પોતાના ૪૦ ઓફિસરો અને ૫૦૦ સૈનિકો સાથે શરણે થયા.

કર્નલ સહગલની શરણાગતી પછી તેમને અટકમાં રાખવામાં આવ્યા અને ત્યાંથી દિલ્હી લાવીને લાલ કિલ્લામાં રાખવામાં આવ્યા. ત્યાં પાછળથી કર્નલ શાહનવાઝખાન અને કર્નલ ધીલોનને પણ લાવવામાં આવ્યા અને તેમની સામે મુકદમો ચલાવવાને માટે દિલ્હીના લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલત બેસાડવામાં આવી. એ અદાલત સમક્ષ, કર્નલ સહગલે યાદગાર નિવેદન કરતાં, પોતાના હૈયામાં જે વેદના ભરી હતી તેને વ્હેતી મૂકી છે. એ નિવેદનમાં જણાવ્યું છે કે

ફેરાર પાર્ક માં બ્રિટિશરોના પ્રતિનિધિ લેફ્ટ. કર્નલ હંટે અમને હિંદીઓને ઘેટાંનાં ટોળાંની માફક જાપાનિઝોને સોંપ્યા હતા. આ વસ્તુ અમને સૌને એક ફટકારૂપ લાગી હતી. હિંદી સૈન્યે પારાવાર મુશ્કેલીઓની સામે લડાઈ કરી હતી, એનો બદલો બ્રિટિશ વરિષ્ઠ સત્તાવાળાઓએ, અમને જાપાનિઝોની દયા પર છોડીને આપ્યો હતો.