[૧૦]
સિપેહસાલારનાં ફરમાનો
[ફરમાનો અને આદેશો]
‘આઝાદ હિંદ સરકારના અમલ દરમિયાન, આઝાદ
હિંદ સરકારના વડા અને આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ
તરીકે, નેતાજી સુભાષ બોઝે કેટલાક ફરમાનો પ્રસિદ્ધ કરેલાં.
એમાંનાં કેટલાંક ફરમાનો અહીં આપ્યાં છે:
‘હિંદની આઝાદીની લડતના અને આઝાદ હિંદ ફોજના હિતને ખાતર, આજથી આપણી ફોજનો સીધો અંકુશ મેં હાથ ધર્યો છે.
‘મારે માટે એ ગર્વ અને મગરૂબીનો વિષય છે. એક હિંદીને માટે, હિંદની આઝાદી માટે ઝુઝનાર આઝાદ ફોજના સેનાપતિ થવું, એથી બીજી મહાન ગૌરવની કોઈ વાત નથી. આપણી સમક્ષ જે મહાન પ્રશ્નો પડેલા છે તેનાથી હું સુપરિચિત છું અને મારે માથે જે મહાન જવાબદારી આવી પડે છે તેના બોજથી મારી ગરદન ઝુકી જાય છે.
ઈશ્વર, હિંદીઓ પ્રત્યેની મારી ફરજ, તમામ સંજોગોમાં– મુશ્કેલમાં મુશ્કેલ સંજોગોમાં–અદા કરવાની મને તાકાત આપે, એવી હું પ્રાર્થના કરું છું.
હું મારા દેશના ૩૮ કરોડ દેશબંધુઓ, કે જેઓ ભિન્ન ભિન્ન ધર્મ પાળે છે. તેમનો એકમાત્ર સેવક છું, મેં મારી ફરજો