પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
નેતાજીના સાથીદારો
 


કર્યો. એ માટેની તમામ કામગીરી શ્રી. આનંદમોહન સહાયને સુપ્રત થઈ.

૧૯૪૪ની ગ્રીષ્મ લડતમાં આઝાદ હિંદ સરકારને માટે ગંભીર નાણાંકીય કટોકટી ઊભી થઈ, તાત્કાલિક નાણાંની જરૂર હતી. મોરચા પરથી ઘવાએલા, અપંગ થયેલા, સૈનિકો આવી રહ્યા હતા. તેમને માટે ખોરાકની, કપડાંની અને દવાની તાત્કાલિક જરૂર હતી. નેતાજીએ શ્રી. આનંદ મોહન સહાયને તાત્કાલિક નાણાંની વ્યવસ્થા કરવા મોકલ્યા અને એક મહિનામાં દોઢ કરોડ રૂપિયા નેતાજીનાં ચરણોમાં તેમણે રજૂ કર્યાં. ઉપરાંત કાપડ અને દવાની પણ જોગવાઈ કરી, આમ નેતાને ચિંતામુક્ત કર્યાં.

અગત્યની મંત્રણા કરવાને નેતાજીના મોકલ્યા શ્રી. આનંદમોહન ટોકીઓમાં ગયા ત્યારે યુદ્ધની પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. જાપાન પરાજય પામતું જતું હતું અને આક્રમણકારી નીતિ છોડી દઈને હવે સંપૂર્ણપણે રક્ષણાત્મક લડત ખેલી રહ્યું હતુ. ટોકીયેામાંના શ્રી. સહાયના મિત્રોએ તેમને પાછા નહિ ફરવાની સલાહ આપી. લશ્કરી સત્તાવાળાઓએ તેમને માટે વિમાનની જોગવાઈ કરવામાં વિલંબની નીતિ અખત્યાર કરી.

‘તમે મને અહીં રોકાઈ જવાનું કહો છો. પણ જ્યારે ખરાબ દિવસો માથે ઝઝૂમી રહ્યા છે ત્યારે નેતાજીની પડખે રહેવાનો મારો ધર્મ છે. મારી ત્યાં જરૂર છે. તમે મને જો નહિ જવા દો તો હું આત્મહત્યા કરીશ.’ શ્રી. આનંદમોહને પોતાનો મક્કમ નિશ્ચય આ શબ્દોમાં જાહેર કર્યો ત્યારે તેમને માટે વિમાનની વ્યવસ્થા થઈ.

પરન્તુ વિમાની પ્રવાસ જોખમભર્યો હતો. દુશ્મન વિમાનો ગમે ત્યારે પીછો પકડે તેના ભય હતો, એટલે