લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૨૦
ઝીણા ઝીણા મોર

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી. ધ્રુવ.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઇ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા;
હો! ભીંજે મ્હારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી વરસે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો! ભીંજે મ્હારી ચુંદડલી.

આનન્દકન્દૃ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા!
હો! ભીંજે મ્હારી ચુંદડલી.