પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
ન્હાના ન્હાના રાસ
 


વેલના માંડવા

આછી-આછી વેલના માંડવા,
ઘેરી-ઘેરી ઝાડીઓ, સાહેલડી !
કુંજ ભરી બોલે મોરલો,
ડાળીએ બોલે કોયેલડી.

પિયુજીએ પ્રેમના મન્ત્રની
ઝીણી-ઝીણી મોરલી વગાડી;
ઉરને ઊંડે આંબાવડિયે
ઉંઘતી તે કોયલો જગાડી :

સખિ ! વિરહીનાં ચેન,
જાણે પિયુઘેલાં નેન:
આછી-આછી વેલના માંડવા.

વ્હાલાના વાસ ઉરબાગે વસન્તમાં;
પમરે દિલપિયુના પરાગે વસન્તમાં;
મીઠા મીઠા કોડ જાગે વસન્તમાં:

સખિ ! વિરહીની વાત,
જાણે પિયુસૂની રાત :
આછી-આછી વેલના માંડવા.