પૃષ્ઠ:Niharika.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુજ અંતર ડગમગ થાય


માઢ

મુજ અંતર ડગમગ થાય!
જીવન મુજ ઝોલે.....ચઢ્યું !
ભરતી થકી સર ઊભરાય !
વારિ તો બધું હેલે....ચઢ્યું !

તીરે વસતા સ્નેહીને, રમવા તેડ્યા પાસ !
આમન્ત્રણ અળખામણાં મારાં
લાગ્યાં; તજિયા વાસ !
હો મારી રહી ગઈ ઊણી આશ !—મુજ

તૂટ્યો તાર સિતારનો હો તૂટી ઉરની પ્રીત;
નીરસ બની ગયું ગીત, ને મારું
રસહીન બનિયું જીવિત.
હા ! મુજ ભાવિ શૂન્યાકાશ !—મુજ

૯૦ : નિહારિકા