પૃષ્ઠ:Niharika.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિ રા શા


o ગઝલ o

પ્રિયની કોઈ ખબર લાવે નહીં !
પ્રાણ કંઠે, તો ય જીવ જાયે નહીં !

પૂર્વનું કો પાપ હાય ફળે હવે !
સ્વપ્નમાં પ્રિય મુખ બતલાવે નહીં !
 
બુલબુલો સમ વિલપતી હું વિરહિણી !
ગુલબદનને કોઈ સમજાવે નહીં !
 
રાગમાંહી વિરાગ ધરી જોગણ બનું !
હાય ઘરઘર ભટકવું ફાવે નહીં!
 
બાવરી સંદેશ હું શા પાઠવું ?
ક્રૂર મીઠા બોલ તો ભાવે નહીં !

વાટ જોતી હું પુકારું મોતને !
મોત પણ માગ્યાં અરે આવે નહીં !

૧૦૮ : નિહારિકા