પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

इसी तरह बूढ़े, बच्चे, जवान, धनिक, ग़रीब, सबको मरते हुए पाते हैं तो भी संतोषसे बैठना नहीं चाहते हैं, लेकिन थोड़े दिन जीनेके लिए रामको छोड़ सब प्रयत्न करते हैं।

१-१-’४५
 

એ જ રીતે વૃદ્ધ, બાળક, યુવાન, ધનિક, ગરીબ સૌને મરતાં જોઈએ છીએ તોપણ આપણે સંતોષથી બેસવા માગતા નથી, પણ થોડા દિવસ જીવવા માટે રામ સિવાયના બધા પ્રયત્નો કરીએ છીએ.

૧-૧-’૪૫
 


कैसा अच्छा हो कि इतना समझकर हम रामभरोसे रहकर जो व्याधि आवे उसको भी बरदाश्त करें और अपना जीवन आनंदमय बनाकर व्यतीत करें !

२-१-’४५
 

આટલું સમજીને આપણે જે વ્યાધિ આવે તે રામભરોસે રહીને વેઠી લઈએ અને આપણું જીવન આનંદમય બનાવીને ગુજારીએ તો કેવું સારું !

૨-૧-’૪૫
 
૨૬